તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
ઘનશ્યામભાઇ કોટકના જન્મદિવસ નિમીતે કાલે રવિવારે રકતદાન કેમ્પ
વી કેન ગૃપ દ્વારા થેલેસેમીયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે દરેક રકતદાતાઓને ભેટ, પ્રમાણપત્ર અપાશેઃ રાહતદરે ફૂલબોડી ચેકઅપ કેમ્પનું પણ આયોજન

તસ્વીરમાં અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે કોર્પોરેટલ કિર્તીબા રાણા, વી કેન ગૃપના પીનાબેન કોટક સહિતના નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટઃ અહિંની જાણીતી સંસ્થા વી કેન ગૃપ દ્વારા અનેકવિધ સામાજીક પ્રવૃતિઓનું અવારનવાર આયોજન થતું હોય છે. આ વર્ષે શુભારંભમાં વી કેન ગૃપના ટ્રસ્ટી ઘનશ્યામભાઇ કોટક મો.૯૮૭૯૦૪૧પ૭૯, પપ માં વર્ષમાં પ્રવેશ કરી રહયાં હોય આ દિવસને યાદગાર બનાવવા આ અનોખું આયોજન દ્વારા ભવિષ્યમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને ઉપયોગી થાય તે હેતુથી આવતીકાલે તા.૧રના રવિવારે રકતદાન તથા રાહતદરે ફુલબોડી ચેકઅપ કેમ્પનું આયોજન શ્રી સમસ્ત હિન્દુ ધોબી સમાજ ટ્રસ્ટના સહયોગથી અટીકા ખાતે શ્રી સમસ્ત હિન્દુ ધોબી સમાજ ટ્રસ્ટની વાડી ખાતે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી કરાયું છે. રકતદાન કરનાર દાતાને સર્ટીફીકેટ અને ગીફટ આપી સન્માનીત કરવામાં આવશે.
આ રકતદાન કેમ્પને સફળ બનાવવા કોર્પોરેટર કિર્તીબા ઝાલા, ટ્રસ્ટીગણ રમણીકભાઇ માંડાસિયા, ગોવિંદભાઇ જેઠવા, શ્રી વાઘેલા શ્રેયસભાઇ, પ્રમુખ આણંદભાઇ ચુડાસમા, મંત્રી વજુભાઇ વાઘેલા સાથે મહિલા પાંખના પ્રમુખ દક્ષાબેન પરમાર, મીનાબેન દુસારા અને વી કેન ગૃપના ફાઉન્ડર ડો.પીનાબેન કોટક, ડો.શિવાની કોટક, ડો.તૃપ્તી કોટક રાજા, નીશાબેન ચોલેરા વગેરે જહેમત ઉઠાવી રહયાં છે.
રકતદાન કેમ્પ રેડક્રોસ સોસાયટી મનીષભાઇ તેમજ અનુપમભાઇ દોશીનું માર્ગદર્શન તેમજ વ્યવસ્થામાં સહયોગ મળી રહયાંનું જણાવાયું છે. વધુને વધુ લોકોને રકતદાન કરવા અનુરોધ કરાયો છે. આ અંગે વધુમાં માહિતી માટે મો.૭૪૩૩૯ ર૭૬૦૬, ૮૪૦૧૮ ૯૭૬૦૬ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
(4:27 PM IST)










