તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
અર્હમ યુવા સેવા ગળપ દ્વારા મકરસંક્રાતિએ જીવદયા કેમ્પઃ ઘાયલ પક્ષીઓની સારવાર કરાશે
મોદી સ્કૂલ - ૧પ૦ ફુટ રીંગ રોડ તથા સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં સવારે ૮ થી રાત્રે ૮ કાર્યરત રહેશે

રાજકોટ, તા.૧૧: રાષ્ટ્રસંત પરમ ગુરુદેવશ્રી નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગળપ અને કરુણા ફાઉન્ડેશનના સહયોગથી મકરસંક્રાતિના દિવસે પતંગ-દોરાથી ઘાયલ પક્ષીઓને શાતા પમાડવાના ભાવ સાથે તેમજ ઘવાયેલા પક્ષીઓ મોતને ન ભેટે તેવા ભાવ સાથે ‘અર્હમ જીવદયા સહાય' અંતર્ગત મોદી સ્કૂલ, ૧૫૦ ફુટ રીંગ રોડ, ગાંધીગ્રામ પોલીસ ચોકીની બાજુમાં અને સ્પીડવેલ પાર્ટીપ્લોટની બાજુમાં મકરસંક્રાતિએ તા.૧૪ને મંગળવારે સવારે ૮ થી રાત્રે ૮ સુધી ‘જીવદયા કેમ્પ'નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વેટરનીટી ડોક્ટરોની ટીમ તથા જીવદયા પ્રેમીઓના સહયોગથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવશે. ઘાયલ પક્ષીઓને જીવદયા કેમ્પ સુધી પહોંચાડનાર દરેક જીવદયા પ્રેમીને પ્રોત્સાહિત કરવામાં આવશે.
શહેરમાં કોઇ પણ જગ્યાએ ઘવાયેલ પક્ષીઓ જણાય તો મો.નં.૯૮૯૮૪ ૯૯૯૫૪, ૯૮૯૮૦ ૧૯૦૫૯, ૯૧૩૬૪ ૪૨૪૯૧ ઉપર સંપર્ક કરવા જીવદયા પ્રેમી ભાવિકોને આ જીવદયા કેમ્પની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું છે.(
(4:19 PM IST)










