<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

કાલથી ધરાઇમા બિરાજમાન શ્રી બાલમુકુંદ પ્રભુના આંગણે ત્રિ-દિવસીય અલોૈકીક મનોરથો

પુ.પા.ગોૈ ૧૦૮ શ્રી પ્રભુજી મહારાજ, પ.પુ.૧૦૮ શ્રી રાસેશ્વરલાલજી મહોદયના સાનિધ્‍યમાં માળા પહેરામણી કાર્યક્રમ ‘અકિલા' કાર્યાલયે ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને મનોરથનુ આમંત્રણ પાઠવતા આયોજકો નજરે પડે છે.

રાજકોટ તા.૧૧: વૈષ્‍ણવ સંપ્રદાયના પવિત્ર યાત્રાધામ શ્રી ધરાઇ ખાતે બિરાજતા શ્રી બાલમુકુંદ પ્રભુના આંગણે શ્રી વલ્લભકુળની આસ્‍થા અને શ્રી બાલમુકુંદજીની કૃપાથી અલોૈકીક મનોરથોનુ તા.૧૨ થી ૧૫ સુધી આયોજન કરાયું છે.

વૈષ્‍ણવાચાર્ય શ્રી પુ.પા.ગોૈ ૧૦૮ શ્રી પ્રભુજી મહારાજશ્રી અને પ.પુ.૧૦૮ શ્રી રાસેશ્વરલાલજી મહોદય (સુરત, વડોદરા, બગસરા) સાનિધ્‍યમાં માળા પહેરામણી યમુના મહારાણીના લોટી મહોત્‍સવ ગો.વા મનુભાઇ જીવરાજાભાઇ શીંગાળા, ગોૈ.વા. કનુભાઇ જીવરાજાભાઇ શીંગાળાની  માળા પહેરામણી યોજાશે. મનોરથની પ્રેરણા લાલજીભાઇ રવજીભાઇ કોઠયા છે.

મુખ્‍ય મનોરથી ગં.સ્‍વ.વિમળાબેન મનુભાઇ શીંગાળા, ગં.સ્‍વ.લીલીબેન કનુભાઇ શીંગાળા, ધીરૂભાઇ જીવરાજભાઇ શીંગાળા, સ્‍વ.જગદીશભાઇ કનુભાઇ શીંગાળા, અશોકભાઇ ધીરૂભાઇ શીંગાળા, મુકેશભાઇ કનુભાઇ શીંગાળા પરિવાર છે. આ તકે દિલીપભાઇ સંઘાણી, પરસોતમભાઇ રૂપાલા, ભરતભાઇ સુતરીયા, કોૈશિકભાઇ વેકરીયા, જે.વી. કાકડીયા, જનકભાઇ તળાવીયા, જયેશભાઇ રાદડીયા, અમરીશભાઇ ડેર સહિતના ઉપસ્‍થિત રહેશે.

તા.૧૨ થી તા.૧૫ દરમ્‍યાન દરરોજ મંગળા દર્શન, શ્રુંગાર દર્શન, પલના દર્શન સહિતના કાર્યક્રમો યોજાશે. આ તકે તા. ૧ર ને રવિવારે સવારે ૧૦ વાગ્‍યે શ્રી લાઇફ બ્‍લડ સેન્‍ટર રાજકોટના લાભાર્થે રકતદાન કેમ્‍પ યોજાશે. જયારે રાત્રીના ૯ વાગ્‍યે લોકડાયરો-ભજન સંધ્‍યા યોજાશે.

વધુ વિગત માટે મુખ્‍યાજી ભરતકુમાર નવનીતલાલ જોષી (મો. ૯૯૧૩૦ ૦પ૯૧૭), મુખ્‍યાજી ધર્મેન્‍દ્રભાઇ જોષી (મો. ૯૭ર૬પ ૮૯૩૮૯), મુખ્‍યાજી મયુરભાઇ જોષી (મો. ૭૦૪૧પ ૪૩૯૮૮), મુખ્‍યાજી જીજ્ઞેશભાઇ  જોશી (મો. ૯૮રપ૭ પ૧૬પર), મુખ્‍યાજી નંદકિશોરભાઇ જોષી (મો. ૯૯૭૯૧ ૭ર૪ર૯), મુખ્‍યાજી કેતનભાઇ જોષી (મો. ૯૮રપર ૬પ૭૧ર), મુખ્‍યાજી પ્રથમભાઇ, મુખ્‍યાજી અંશભાઇ તથા કુલદિપભાઇ જોષી (મો. ૯૧૦૬૦ ૩પ૧૬૯), ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે

(4:04 PM IST)