તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
પૂ. ધીરગુરૂદેવની પ્રેરણાથી શહેરમાં સમજોપયોગી સંકુલોનું નિર્માણ
સરસ્વતી શિશુ મંદિર, વિરાણી બહેરા મૂંગા શાળા, જૈન બોર્ડીગ તથા મહાવિર ભવનનું કરોડોના ખર્ચે નૂતનીકરણ

ર્ંરાજકોટઃગોંડલ સંપ્રદાયમાં ૧૯૮૨ માં જૈનધર્મની દીક્ષા અંગીકાર કરનાર પિતા-પુત્ર એટલે ૮૦ વર્ષના પૂજ્યપાદ પ્રેમગુરુદેવ અને ૨૪ વર્ષના પુત્ર પૂ. ધીરગુરુદેવ. જેઓનો જન્મ જામનગર જિલ્લાના મુઠી જેવડા જશાપર ગામે થયેલ. પૂ. પ્રેમગુરુદેવ દીક્ષા પૂર્વે સરપંચ પદે ૫૦ વર્ષ કાર્યરત હતા.
૧૯૯૬ માં ખાસ કરીને સાધ્વીજીઓના સંયમની સુરક્ષા કાજે વિહારધામ યોજનાનો પ્રારંભ પૂ. ધીરગુરુદેવના અનુગ્રહથી થયા બાદ સૌરાષ્ટ્ર,ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પૂર્વભારત વગેરે ક્ષેત્રમાં ઉપાશ્રય,ગર્લ્સ હોસ્ટેલ, બહેરા-મૂંગા શાળા, જૈન ર્બોડિંગ, મહાવીર ભવન,ભોજનાલય વગેરે ૧૦૮ થી વધુના નૂતનીકરણ કે નવ નિર્માણ થવા પામેલ છે.
હાલ રાજકોટને સરસ્વતી શિશુ મંદિર સંકુલ નું ૧૧ કરોડ ના ખર્ચે, વિરાણી બહેરા-મૂંગા શાળા સંકુલ ૧૫ કરોડ,જૈન ર્બોડિંગ, મહાવીરભવન ૧૫ કરોડના ખર્ચે તેમજ અમદાવાદ-બોપલમાં ૨૧ કરોડના ખર્ચે ધર્મ સંકુલ અને મેડિકલ સેન્ટર,કલકત્તામાં ૧૦ કરોડના ખર્ચે ધર્માલય નું કાર્ય પૂર્ણ થયેલ છે. અને ઇન્દોરમાં જૈન ભવનનું ૧૦ કરોડના ખર્ચે નિર્માણ થશે.
સાહિત્ય ક્ષેત્રે ઉજાલા કરે આદિત્ય ,જીવન સુધારે સાહિત્યના સૂત્રને ચરિતાર્થ કરવા શ્રાવક જીવન ઉપયોગી ૧૧ જૈનાગમ,જૈન રામાયણ, જૈન મહાભારત,વ્યાખ્યાન સંગ્રહ, સુપર ડુપર આત્મા,તત્વજ્ઞાન,વાર્તા વગેરેના અનેક પુસ્તકો પ્રકાશિત થયા છે. રાજકોટ વૈશાલીનગર માં મેડિકલ અને વૈયવચ્ચ સેન્ટર સાધુ-સાધ્વી તેમજ દરેક જ્ઞાતિના ભાઈ-બહેનોને અતિ રાહત દરે ખૂબજ ઉપયોગી બની રહ્યું છે. ભારતભરમાં સાતાકારી પાટ નું વિતરણ ખૂબ જ પ્રશંસનીય બનવા પામ્યું છે.
આવા ભગીરથ અને અસંભવ કાર્યની સફળતામાં ગુરુદેવની નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવનાનું દર્શન થાય છે.
‘‘હાર્ડવર્ક નહીં સ્માર્ટ વર્ક'' માં માનનારા ગુરુદેવ હંમેશા કહે છે કે-‘‘આપ્યું તેને અર્પણ'' અર્થાત્ આપણા પૂર્વજો આપીને ગયા છે તો આપણે સંવર્ધન કરી જેનું છે તેને આપવાની ભાવના રાખવાથી મનની પ્રસન્તા વધે છે.
શ્રી છગનલાલ શામજી વિરાણી બહેરા-મુંગા શાળા સંકુલનો ઉદધાટન સમારોહ કાલે તા. ૧ર ને રવિવારે સવારે ૯-૩૦ કલાકે પૂ. શ્રી ધીરગુરૂદેવના સાંનિધ્યે આમંત્રિતોની ઉપસ્થિતિમાં યોજાયેલ છે.
મુખ્ય દાતા પરિવારના શશીકાંતભાઇ બદાણી, અજયભાઇ શેઠ, વિરાણી પરિવાર, જગદીશ અને રેણુ મહેતા, માદેકા પરિવાર, ડો. પી.વી. દોશી અને અમુભાઇ ભારદીયા, ઇન્દુભાઇ વોરા, જીતુભાઇ બેનાણી વગેરે હસ્તે ઉદધાટન કરાશે.
તાજેતરમાં વૈશાલીનગરમાં જશ-પ્રેમ-ધીર સંકુલ ખાતે કલેકટર પ્રભવ જોષીનું અભિવાદન પ્રદીપ દોશી, જશવંત મણીયાર, પ્રતિક સંઘાણીના હસ્તે કરાયું હતું.
(3:39 PM IST)










