તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Saturday, 11th January 2025
રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ઉપરના હુમલાને વખોડી કાઢતા પટણા હાઇકોર્ટ એડવોકેટસ એસો.ના વાઇસ પ્રેસી.છાયા મિશ્રાઃ એડવોકેટસ એકટ હેઠળ પગલા લેવા માંગણી
ભુપેન્દ્રભાઇ પટેલ, હર્ષ સંઘવી, બ્રિજેશ ઝાને પત્ર પાઠવી માંગણી કરી

પટણા(બિહાર): બિહારના સૌથી મોટા પટણા હાઇકોર્ટ એડવોકેટ એસોસીએશનના વાઇસ પ્રેસીડેન્ટ અને જાણીતા ધારાશાષાી શ્રીમતી છાયા મિશ્રાએ રાજકોટ સિવીલ કોર્ટ ખાતે યુવા ધારાશાષાી ઉપર થયેલા હુમલાને વખોડી કાઢેલ છે. આ એસોસીએશનના એક સમયે રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે પણ પ્રમુખ તરીકે રહી ચુકયા છે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી તથા રાજકોટના પોલીસ કમિશ્નરશ્રી બ્રિજેશ ઝાને અલગથી પત્ર પાઠવી શ્રીમતી છાયા મિશ્રાએ આ બનાવને વખોડી કાઢી જણાવ્યું છે કે મહાત્મા ગાંધીજી રાજકોટમાં બેરીસ્ટર તરીકે પ્રેકટીસ કરતા હતાં અને તેમની ઓફીસ રાજકોટના સ્ટર્લીગ એપાર્ટમેન્ટ પાસે પંચનાથ પ્લોટમાં હતી. તેમને ગુન્હેગારોને તાત્કાલીક ધરપકડ કરવા અને એડવોકેટ પ્રોટેકશન રૂલ લગાડવા માંગણી કરી છે.
શ્રીમતી છાયાએ રાજકોટ સાથેના સંભારણા વાગોળતા કહયું છે કે તેઓ રાજકોટની વિરબાઇમાં મહિલા કોલેજ માંથી ગ્રેજયુએટ થયા છે. અને ડી.એચ. કોલેજ માંથી એલ.એલ.બી.નો અભ્યાસ કરેલ છે. ત્યારના ડીસ્ટ્રીકટ જજશ્રી બી.કે.શાહ અને શ્રી મુનશી સાથે કામ કર્યુ છે. બિહારની મહિલા એડવોકેટસ વતી તેમણે રાજકોટના આ હુમલાનો ભોગ બનેલ ધારાશાષાીને નૈતીક ટેકો જાહેર કર્યો છે અને સહાનુભુતી દર્શાવી છે.
(3:31 PM IST)










