<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

કાલે શહેરના ગગનમાં છવાશે આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવનો રંગ

રાજકોટીયનો થઇ જાવ તૈયાર... : ગ્રીસ, ઇટલી, લેબનોન, લીથુરઅનિયા, પોલેન્‍ડ, અમેરીકા, ઇંગ્‍લેડ સહીતના વિદેશથી અને પંજાબ-રાજસ્‍થાન સહીતના ભારતના પતંગબાજો અવનવા પતંગો સાથે ભાગ લેશેઃ ધર્મેન્‍દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્‍ડમાં સવારે ૯ વાગ્‍યાથી મનપા તથા ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા આયોજન : શહેરીજનોને આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ-૨૦૨૫ નિહાળવા જાહેર નિમંત્રણ પાઠવતા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને મ્‍યુનિસિપલ કમિશનર

રાજકોટ, તા., ૧૧: રંગીલા રાજકોટીયનો દરેક તહેવાર ધામધુમ અને ઉત્‍સાહ સાથે ઉજવે છે ત્‍યારે મ઼ગળવારે મકરસંક્રાંતીના પર્વ પહેલા મનપા અને ગુજરાત પ્રવાસન નિગમ લી.ના સંયુકત ઉપક્રમે કાલે તા.૧૨ને રવિવારના રોજ ધર્મેન્‍દ્રસિંહજી આર્ટસ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ-૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવમાં ગ્રીસ,ઈટલી, લેબનોન, લીથુઅનિયા, પોલેન્‍ડ, નેધરલેન્‍ડ, પોર્ટુગલ, રિયુનિયન, રશિયન ફેડરેશન, સાઉથ આફ્રિકા, સ્‍પેન, સ્‍વિત્‍ઝરલેન્‍ડ, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્‍ટેટ્‍સ, વિયેતનામ સહિત વિવિધ દેશોના તથા ભારતના પંજાબ અને રાજસ્‍થાન સહિત વિવિધ રાજ્‍યોના પતંગવીરો આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવમાં ભાગ લેશે.મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર  નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર  તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન  સુરેન્‍દ્રસિંહ વાળાએ જણાવેલ કે ગુજરાત રાજ્‍યના તત્‍કાલિન મુખ્‍યમંત્રી અને હાલના વડાપ્રધાન   નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતનુ પ્રવાસન ક્ષેત્ર આગવું સ્‍થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષે રાજ્‍યના વિવિધ શહેરોમાં આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ યોજવાની શરૂઆત કરવામાં આવેલ હતી. જે મુજબ આ વર્ષે પણ રાજ્‍ય સરકારશ્રી દ્વારા રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્‍ત ઉપક્રમે આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ-૨૦૨૫ રાજકોટ ખાતે આવતીકાલે તા.૧૨ ને રવિવારના રોજ સવારે ૯.૦૦ કલાકે, ધર્મેન્‍દ્રસિંહજી કોલેજ(ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્‍ડ ખાતે યોજાશે. આ આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવનો શુભારંભ રાજકોટના સાંસદ  પરસોતમભાઈ રૂપાલાના  હસ્‍તે કરવામાં આવશે તેમજ કાર્યક્રમના અધ્‍યક્ષ તરીકે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેશે. 

 આ આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ-૨૦૨૫માં ગ્રીસ, ઈટલી, લેબનોન, લીથુઅનિયા, પોલેન્‍ડ, નેધરલેન્‍ડ, પોર્ટુગલ, રિયુનિયન, રશિયન ફેડરેશન, સાઉથ આફ્રિકા, સ્‍પેન, સ્‍વિત્‍ઝરલેન્‍ડ, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્‍ટેટ્‍સ, વિયેતનામ સહિત વિવિધ દેશો તથા ભારતના પંજાબ અને રાજસ્‍થાન સહિત વિવિધ રાજ્‍યોના પતંગવીરો ભાગ લેશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ-૨૦૨૫ના અનુસંધાને આયોજન અને વ્‍યવસ્‍થાને આખરી ઓપ આપવા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.  આ આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ-૨૦૨૫માં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ,  રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી  બીનાબેન આચાર્ય, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન  જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર  તુષાર સુમેરા, ગુજરાત પ્રવાસન નિગમના કમિશનર અને મેનેજિંગ ડીરેક્‍ટર સાઈડીંગપુઈ છાકછુઆક, શાસક પક્ષ નેતા  લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવભાઈ દવે,  વિરેન્‍દ્રસિંહ ઝાલા, સમાજ કલ્‍યાણ સમિતી ચેરમેન  સુરેન્‍દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, અધિકારી-કર્મચારીઓ વગેરે ઉપસ્‍થિત રહેશે.  રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર  નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા  લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાએ શહેરીજનોને આ આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ-૨૦૨૫ નિહાળવા ઉપસ્‍થિત રહેવા નિમંત્રણ પાઠવેલ છે.

(3:41 PM IST)