<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

પુષ્‍કરધામ વિમલનગર ચોક પાસે છાત્ર મીતની એન્‍ડેવરકાર સાથે અકસ્‍માત સર્જનાર એકસયુવીના ચાલક સામે ગુનો

અકસ્‍માતમાં રૂા. ૪.૫૦ લાખની નુકસાનીઃ છાત્રએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ, તા. ૧૧: યુનિવર્સિટી રોડ પુષ્‍કરધામ પાસે વિમલનગર ચોકમાં કાર લઇને જઇ રહેલા છાત્રની કાર સાથે ભટકાડી રૂા. ૪.૫૦ લાખનું નુકસાન કરનારા એકસયુવી કારના ચાલક સામે ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર ક્રિસ્‍ટલ મોલ સામે ૨૪ બસેરા પાર્ક બ્‍લોક નં. ૨૪ માં રહેતો મીત પુનીતભાઇ ઠાકર (ઉ.૨૫) એ યુનિવર્સિટી પોલીસમાં જી જે,૩ એમઆર- ૮૫૫૯ નંબરની એકસયુવી ૭૦૦ કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતે મારવાડી યુનિવર્સિટીમાં ફીજીયોથેરાપીનો અભ્‍યાસ કરે છે. પરમદિવસે પોતે પોતાના ઘરેથી પોતાના સંબંધી મામાની એન્‍ડેવર કાર નં. જીજે. ૧૮ બી.કે. ૯૯૦૯ લઇને ભગતસિંહ ગાર્ડન થઇને વિમલનગર ચોકમાં પહોંચતા ડાબી બાજુથી પુરઝડપે આવેલી એકસયુવી કારના ચાલકે પોતાની કાર સાથે ભટકાડી દેતા પોતે કાર આગળ ઉભી રાખી દીધી હતી બાદ પોતે એકસયુવી કાર ચાલક સાથે વાત ચીત કરતા તેણે કારનામાલીક ભાવેશ રાણપરાને બોલાવ્‍યા બાદ તેણે પોતાની ગાડીમાં થયેલી નુકશાનીનો ખર્ચ આપવાનું કહી ફરિયાદ નહી કરવા જણાવ્‍યુ હતું અને તેણે તેના મોબાઇલ નંબર આપ્‍યા બાદ ખર્ચના એસ્‍ટીમેન્‍ટ કઢાવવાની વાત કરી જે ખર્ચ હશે તે આપવાની વાત કરી હતી બાદ ગઇકાલે પોતે તેને ફોન કરી ગાડીના ખર્ચ બાબતે વાત કરતા ભાવેશ રાણપરાએ કહેલ કે તમારે જે કરવુ હોય તે કરો હું ખર્ચો આપવાનો નથી. પોતાની ગાડીમાં રૂા. ૪.૫૦ લાખનું નુકસાન થયું હોઇ તેનો ખર્ચો આપવાની ના પાડતા પોતે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ.ે એ.વી. બકુત્રાએ તપાસ હાથધરી છે.

(4:30 PM IST)