<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

પત્‍નિને ભરણ પોષણની રકમ નહી ચુકવતા પતિને ૧૨૦ દિવસની સજા

સજાના હુકમ બાદ ભરપોષણની રકમ ભરતા આખરે સજાનો હુકમ મોકુફ રહ્યો

 રાજકોટ તા. ૧૧: હું પત્‍નીને ભરણપોષણની રકમ નહી ચુકવનાર પતિને ૧૨૦ દિવસની જેલની સજા ફરમાવતી  રાજકોટની ફેમીલી કોર્ટ,ફરમાવી હતી.

આ  કેસની હકીકત એવી છે કે, આ કામના અરજદાર સરોજબેન કલ્‍પેશભાઈ ભટ્ટી રહે. રાજકોટવાળાએ પોતાના પતી કલ્‍પેશભાઈ જગદીશભાઈ ભટી એટલે કે સામાવાળા રહે.રાજકોટવાળા વિરુધ્‍ધ ક્રિ.પો.કોડ ની કલમ ૧૨૫ મુજબ ભરણપોષણ મેળવવા ફેમીલી કોર્ટમા અરજી કરેલ તેમા  કોર્ટએ અરજદારની વચગાળાની અરજી મંજુર કરી અરજદાર સરોજબેનને માસીક રૂ. ૩૦૦૦/- વચગાળાના ભરણપોષણ પેટે રૂ.૩૦૦૦/- ચુકવવા તેવો હુકમ સામાવાળા વિરુધ્‍ધ કરેલ હતો .આ  હુકમનુ સામાવાળા પાલન કરતા ન હોય તેથી અરજદારે તેમના એડવોકેટ અમીત ગડારા મારફત તા.૧૨/૧૦/૨૦ થી તા. ૧૧/૦૮/૨૦૨૩ સુધીની કુલ ૩૫ માસની ચડત ભરણપોષણની રકમ તથા અરજી ખર્ચ સહીતની કુલ રકમ રૂ.૧,૧૦,૦૦૦/- મેળવવા રાજકોટની ફેમીલી કોર્ટ મા અરજી કરેલ હતી.

આ કામે કોર્ટ સામાવાળા વીરુધ્‍ધ નોટીસ ઇસ્‍યુ કરેલ, જે નોટીસ ની બજવણી યોગ્‍ય રીતે થઈ ગયેલ હોય જેથી કોર્ટ સમક્ષ સામાવાળા મુદત હરોળમા હાજર રહેલ હોય, અને સદર રકમ રેગ્‍યુલર ભરતા ન હોય જેથી બાકી રકમનુ નામદાર કોર્ટે સામાવાળા વિરુધ્‍ધ પકડવોરંટ ઇશ્‍યુ કરવાનો હુકમ કરેલ અને તેમ છતા પકડ વોરંટથી ભાગેડુ ફરતો હોય અને કેસ રેકર્ડ ને ધ્‍યાને લઈ તેમજ સામાવાળા રકમ ભરપાઈ કરતા ન હોય જેથી અરજદારના એડવોકેટ અમીત ગડારાએ ધારદાર દલીલો કરેલ અને સદર કામે બાકી રકમ પેટે સામાવાળાને જેલ સજા કરવા કોર્ટને જણાવેલ હોય આથી નામદાર અદાલતે સદર કામે રકમ રૂ.૩૬૦૦૦/- પેટે સામાવાળાને ૧૨૦ દિવસની સાદી જેલ સજા કરવાનો હુકમ કરેલ હતો.ત્‍યારબાદ સજાની અલમવારી માટે નામકોર્ટ સજા/ધરપકડ વોરંટ ઇશ્‍યુ કરવાની હોય અને તેની દહેશત સામવાળાને જણાતા, તેઓ કોર્ટ સમક્ષ હાજર થયેલ અને સદર રકમ રૂ.૩૬૦૦૦/- ભરપાઇ કરેલ અને સજાનો હુકમ રદ કરાવવા અરજ કરેલ અને  કોર્ટે સદર સજા મોકુફ રાખેલ હતી.

અરજદાર સરોજબેન વતી રાજકોટ ફેમીલી કોર્ટના લીગલ એઇડના સરકાર તરફથી પેનલ એડવોકેટ તરીકે અમિત વી. ગડારાએ કેસ કાર્યવાહી ચલાવેલ હતી.

(3:57 PM IST)