તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
કાલે રાજકોટમાં સાધુ સમાજ પ્રિમીયર લીગ
શ્રી માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા કોઠી કમ્પાઉન્ડ ખાતે એક દિવસીય આયોજન કુલ ૮ ટીમો ભાગ લેશે, ૭ મેચ રમાશે, દરેક મેચ ૧૦ ઓવરના, વિજેતા ટીમને ટ્રોફી અપાશે

રાજકોટઃ આવતીકાલે માર્ગી વૈષ્ણવ સાધુ સમાજના યુવાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ આઠ ટીમો ભાગ લેનાર છે. ૭ મેચો રમાશે. દરેક મેચ ૧૦ ઓવરની રહેશે. વિજેતા ટીમને ટ્રોફી, રોકડ પુરસ્કારથી નવાજવામાં આવશે. શ્રી માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ-રાજકોટ આયોજીત એક દિવસીય ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ, સાધુ સમાજ પ્રિમીયર લીગ કાલે તા.૧ર રવિવારે યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમીતે રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડ, કોઠી કમ્પાઉન્ડમાં થવા જઇ રહયું છે. જેમાં સાધુ સમાજની અલગ-અલગ શહેરોની ક્રિકેટ ટીમો ભાગ લેશે અને વિજેતા ટીમને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર તેમજ દરેક ટીમના મેન ઓફ ધ મેચ ટ્રોફી અને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવશે. મુખ્ય આકર્ષણ લાઇવ કોમેન્ટરી પ્રોફેશનલ ભરતભાઇ કુછડીયાના સ્વરે અને યુ ટયુબ ચેનલ (શ્રી માગી વૈષ્ણવ સાધુ સમાજ) પર લાઇવ નિહાળી શકાશે. ડિજીટલ સ્કોર બોર્ડ પર સ્કોર પણ જોઇ શકાશે. ક્રિકેટ પ્રેમી જનતાને આ ટુર્નામેન્ટ નિહાળવા શ્રી માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા આમંત્રણ અપાયું છે. આયોજનને સફળ બનાવવા શ્રી માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ, રાજકોટના ચેતનભાઇ ગોંડલીયા, ઉજેશભાઇ દેશાણી, વલ્લભબાપુ ગોંડલીયા (કેવી ફીલ્મ એન્ડ ઇવેન્ટ), પ્રકાશભાઇ દાણીધારીયા, તપનભાઇ કાપડી, યશભાઇ દેસાણી, યશભાઇ ગોંડલીયા, માધવભાઇ ગોંડલીયા, ધ્રુવભાઇ કાપડી, પ્રણવભાઇ દાણીધારીયા, ઋષભભાઇ ગોંડલીયા, ઉદયભાઇ દેસાણી, દર્શનભાઇ દુધરેજીયા, મોહીતભાઇ ગોંડલીયા, નૈતીકભાઇ ગોંડલીયા, પાર્થભાઇ દેસાણી, શીવુભાઇ ગોંડલીયા, રૂદ્રભાઇ ગોંડલીયા, પાવનભાઇ દાણીધારીયા જહેમત ઉઠાવી રહયાં છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)(
(3:56 PM IST)










