તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ફેબ્રુઆરીમાં યોગાસન સ્પર્ધાનું આયોજન : ૧૫મી સુધી નામ નોંધણી
કુલ ચાર કેટેગરીમાં સ્પર્ધા યોજાશે : ૯મી એ જિલ્લા કક્ષાનું ઓડીશન

રાજકોટ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરીમાં યોગાસન સ્પર્ધા ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે, રાજકોટ જિલ્લાના યોગ પ્રેમીઓ આ સ્પર્ધામાં ૯ વર્ષથી ઉપરના કોઇ પણ ભાગ લઇ પોતાના યોગ કૌશલ્ય ને પ્રદર્શિત કરી ઇનામો અને પ્રમાણત્ર પ્રાપ્ત કરી શકે છે.
આ સ્પર્ધા કુલ ૪ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવી છે. જેમાં ૯ થી ૧૬ વર્ષ, ૧૭ થી ૩૫ વર્ષ, ૩૬ થી ઉપરના અને ચોથી કેટેગરીમાં યોગ બોર્ડ પ્રમાણિત યોગ કોચ અને યોગ ટ્રેનર એમ ભાગ લઇ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે તારીખ.૧૫ જાન્યુઆરી સુધીમાં http://WWW.gsyb.in પર રજીસ્ટ્રેશન કરી શકાશે. તારીખ ૨૦ થી ૨૫ સુધીમાં ઓડિશન માટે ઉમેદવારને જાણ કરવામાં આવે તે સ્થળ અને સમય પર જવાનું રહેશે.
વધુ માહિતી માટે રાજકોટ જિલ્લા કોર્ડિનેટર હિતેશભાઇ કાચા(મો.૯૮૨૪૨૮૧૯૮૨), રાજકોટ મનપા કોર્ડિનેટર ગીતાબેન સોજીત્રા ૯૪૨૭૨૧૪૬૦૨ તેમજ મિતાબેન તેરૈયા ૯૭૧૨૯૦૮૨૭૧ નો સંપર્ક કરવો.
તસ્વીરમાં યોગ કોચ પ્રેસ મીડિયા પ્રભારી, પારૂલ દેસાઇ, નીતિનભાઇ કેસરીયા,, કો.ઓર્ડીનેટર્સ મિતાબેન તેરૈયા અને હિતેષભાઇ કાચા નજરે પડે છે. (તસ્વીરઃઅશોક બગથરીયા)
(3:08 PM IST)










