<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

૧૪મીએ રાજકોટમાં હોસબોલેજીના હસ્‍તે સેવા ભારતી ભવનનું લોકાર્પણ

૭૭ હજાર સ્‍કવેર ફૂટનું બાંધકામઃ ર૭ કરોડના ખર્ચે નવા કાર્યાલયનો પ્રારંભઃ અનેકવિધ સેવા પ્રવૃતિઓનું આધુનિક કેન્‍દ્ર

રાજકોટઃ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘની સેવાકીય પાંખ સેવા ભારતી દ્વારા રાજકોટમાં ‘સેવા ભારતી ભવન' નિર્માણ કરવામાં આવ્‍યું છે. જેનું જાન્‍યુઆરીના રોજ લોકાર્પણ થશે. આ ભવન સૌરાષ્‍ટ્ર પ્રાંતના કાર્યાલય તરીકે સેવા આપશે અને સૌરાષ્‍ટ્ર અને કચ્‍છની સેવાકીય પ્રવૃત્તિઓ માટે નવું કેન્‍દ્ર બનશે.

રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સરકાર્યવાહ શ્રી દત્તાજી હોસબોલે આ ભવનનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે અનેક મહાનુભાવો, ભવન નિર્માણમાં દાન આપનાર દાતાઓ અને સંઘના સ્‍વયંસેવકો પણ ઉપસ્‍થિત રહીને આ અવસરને વિશિષ્‍ટ બનાવશે. તેમ સંસ્‍થાની યાદીમાં જણાવાયું છે.

લોકાર્પણ સ્‍થળઃ અમુલ સર્કલ પાસે, આજી.જી.આઇ.ડી.સી. નજીક રાજકોટ તા. ૧૪ જાન્‍યુઆરી સમય સવારેઃ ૬ વાગે  વાસ્‍તુપૂજન યજ્ઞ અને સમરસતા યજ્ઞ સવારેઃ ૧૦.૧પ વાગે, ગૃહ પ્રવેશ સાથે કળશ સ્‍થાપના : સવારે ૧૦.૪પ થી ૧.૧પ વાગે મુખ્‍ય સભાખંડમાં સ્‍વાગત અને સન્‍માન સમારોહ

સેવા ભારતી ભવનના નિર્માણમાં કુલ ૩૭,૮૦૦ સ્‍કવેર ફીટ ૪ર૦૦ વાર જગ્‍યા પર ૭૭,૦૦૦ સ્‍કવેરફૂટ બાંધકામ કરવામાં આવ્‍યું છે. ર૭ કરોડ  રૂપિયાના ખર્ચે ભવનનું નિર્માણ થયું છે. આ સેવા ભારતી ભવન ખરા અર્થમાં સમાજનું, સમાજ માટે અને સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવ્‍યું છે. જેમાં દાન આપનાર દાતાઓ, પરિશ્રમ કરનારાઓ શ્રમિકો અને અનેક તકનીકી સહયમાં નિષ્‍ણાત સેવા પૂરી પાડનાર નિષ્‍ણાંતો દ્વારા કરવામાં આવેલા તન, મન, ધનપૂર્વક સમર્પણની સુવાસ સમાયેલી છે. આ ભવનમાં વિવિધ સુવિધાઓ અને સવાકીય પ્રવૃત્તિઓ માટે યોજના છે. જે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સમાજ માટે મહત્‍વપૂર્ણ બનશે. તેમ સેવા ભારતી ગુજરાતના અધ્‍યક્ષ ડો. જયંતભાઇ ભાડેશીયાએ જણાવ્‍યું છે. ૩૧ કક્ષ અને બે વિશાળ સભાખંડઃ લાઇબ્રેરી અને વાંચનાલયઃ સ્‍માર્ટ કલાસ રૂમ અને કોમ્‍યુનિકેશન રૂમઃ સ્‍વાસ્‍થ્‍ય ચિકિત્‍સા કેન્‍દ્રઃ સિલાઇ મશીન તાલીમ, ઇલેકટ્રીક વાયરિંગ ટ્રેનિંગ સેન્‍ટર, સૌદર્ય પ્રસાધન ટ્રેનિંગ સેન્‍ટર, આયુર્વેદ નિદાન કેન્‍દ્ર, ડો. ભીમરાવ આંબેડકર પુસ્‍તકાલય,  રકતદાન કેમ્‍પ અને તબીબી સાધન સેવા કેન્‍દ્ર વિવિધ પ્રશિક્ષણ વર્ગો જેવા વિવિધ સેવાકીય પ્રકલ્‍પો આ કેન્‍દ્ર પરથી ચાલશે.

ભારતમાં ૧.પ લાખથી વધુ સેવા કાર્યો ચલાવતી બિનસરકારી સંસ્‍થા સેવા ભારતીના આ ભવનમાં સૌરાષ્‍ટ્ર -કચ્‍છમાં થતી સેવા ભારતીની પ્રવૃત્તિઓનું સંકલન થશે. અને આ ક્ષેત્રના લોકો માટે વધુ સેવાકીય અવસરો ઉપલબ્‍ધ થશે. તેમ સંસ્‍થા દ્વારા જણાવાયું છે.

‘સેવા ભારતી ભવન' રાજકોટ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સેવા પ્રવૃત્તિઓ માટે નવી ઓળખ આપશે. આ ભવનમાં લોકો માટે વિવિધ સામાજિક, આરોગ્‍ય અને શિક્ષણ આધારિત યોજનાઓ અમલમાં લાવવામાં આવશે. ૧૪ મી જાન્‍યુઆરીના રોજ, આ ભવનના લોકાર્પણ  સાથે સેવા ભારતી દ્વારા સમગ્ર વિસ્‍તાર ના લોકો માટે અનેક સેવાકીય પ્રકલ્‍પોની શરૂઆત થશે. તેમ ડો. ભાડેશીયા જણાવે છે.

રાજકોટ આવતા આરએસએસના સરસંઘચાલક દત્તાત્રેયજી હોસબોલે

સેવા ભારતી ભવનનું લોકાર્પણ કરવા આવતા અઠવાડીયે રાજકોટ આવી રહેલ   શ્રી દત્તાત્રેયજી હોસબોલે કર્ણાટકના શિવમોગા જીલ્લાના રહેવાસી છે. તેમણે ૧૯૭૮ માં બેગ્‍લોર યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં પોસ્‍ટ ગ્રેજયુએશન પૂર્ણ કર્યુ. ૧૯૬૮માં રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સ્‍વયંસેવક બન્‍યા અને ૧૯૭૮ થી પ્રચારક તરીકે સંઘનીસેવાઓ આપી. તેઓ ૧૯૯ર-ર૦ર૩ સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મંત્રી, ૬ વર્ષ સહ-બૌદ્ધિક પ્રમુખ, ૧ર વર્ષ સહ-સરકાર્યવાહક તરીકે કામ કરી ચૂકયા છે.માર્ચ ર૦ર૧ થી તેઓ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સરકાર્યવાહક તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.

(3:01 PM IST)