<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

કબા ગાંધીના ડેલામાં ફેબ્રઆરીથી ગાંધી વિચાર દર્શન અભ્‍યાસ વર્ગનો પ્રારંભ

 

રાજકોટ તા.૧૧, ગાંધી સ્‍મૃતિ ટ્રસ્‍ટની યાદિ મુજબ રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીના પિતાશ્રી કરમચંદ ગાંધી પોરબંદરથી રાજકોટ ખાતે સન ૧૮૮૧માં કબા ગાંધીના ડેલામાં આવીને રહ્યા હતા.મહાત્‍મા ગાંધીજી જીવનના શરૂઆતના વર્ષમાં અહીં રહેતા હતા.

તે કબા ગાંધીના ડેલામાં તા.૨ ફેબ્ર.થી ગાંધી વિચાર દર્શન અંગેના અભ્‍યાસ વર્ગનો પ્રારંભ થઇરહ્યો છે.ગાંધી વિચારો અને તેમના કાર્યોને ઉજાગર કરવા તથા ખરા અર્ર્થમાં રાષ્‍ટ્ર પ્રત્‍યેના મહાત્‍મા ગાંધીજીના યોગદાન અંગેનો તલસ્‍પર્શી અભ્‍યાસ કરવાના એતુથી ગાંધી વિચાર દર્શન અભ્‍યાસ વર્ગ નિઃશૂલ્‍ક રમખવામાં આવેલ છે.

અભ્‍યાસ વર્ગમાં ૧૫ વર્ષ કે તેથી વધુ વયના કોઇ પણ ભાઇ-બહેનો જોડાઇ શકશે. રસ ધરાવનારે કબા ગાંધીનો ડેલો, ૮,  કડિયા નવલાઇન, લાખાજીરાજ રોડ ખાતે તા. ૨૦ સુધીમાં સવારે ૧૦ થી ૪, રૂા.૧૦૦ નોંધણી ફી જમા કરવી નામ નોંધાવી દેવા ગાંધી સ્‍મૃતિ ટ્રસ્‍ટના મંત્રી ડો. અલ્‍પનાબેન ત્રિવેદી દ્વારા વિનંતી કરાઇ છે.

(2:59 PM IST)