તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
રેલનગરની પલ્સ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં ગાયનેક પિડીયાટ્રીક-ઓર્થોપેડીક વિભાગમાં આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ
નજીવા દરે નિષ્ણાંત તબીબો દ્વારા પલ્સ હોસ્પીટલનો આરોગ્યલક્ષી સેવાયજ્ઞ

રાજકોટઃ અકિલા કાર્યાલય ખાતે અકિલા મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પલ્સ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ ડો. પ્રિયેશ નડીયાપરા, શોકતભાઇ ગાંગાણી, કિશોરભાઇ બારૈયા, મયુરભાઇ પરમાર, સન એડના સોનુભાઇ જોશી નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૪.૨૫)
રાજકોટ, તા., ૧૦: રેલનગર વિસ્તારમાં પલ્સ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ રેલનગર દ્વારા આરોગ્યલક્ષી સેવા ઉપલબ્ધ છે. હવે આ હોસ્પીટલમાં ગાયનેક, પીડીયાપીટ્રીક અને ઓથોપેર્ડીક વિભાગમાં આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ બની છે.
આજનાં વર્તમાન સમય માં દિવસે ને દિવસે આરોગ્ય સેવાઓ મોંઘી બનતી જાય છે. તેમજ આજનાં આ ભાગદોડ અને હરીફાઈભર્યા યુગમાં લોકો કોઈ ને કોઈ રોગનો ભોગ બની જતા હોય છે. અને એટલી ગીચ વસ્તીને ટૂવ્હીલરને ફોરવ્હીલરોનો ઉપયોગ દિવસેને દિવસે વધતો જતો હોય, અકસ્માત થવાની શકયતા પણ વધતી જતી હોય છે. તો આવા બધા મુદાઓને ધ્યાનમાં રાખીને સામાન્યમાં સામાન્ય માણસ પણ વ્યાજબીદર અને આયુષમાન કાર્ડ અને માં કાર્ડ ધારકો વિના મૂલ્યે સારવાર કરાવી શકે તેવા ઉમદા આશય થી રાજકોટ નાં રેલનગર જેવા છેવાડાનાં ગરીબને મધ્યમવર્ગ નાં લોકોના વસવાટ વધુ પ્રમાણમા હોય ત્યાં એક માનવ સેવા નાં ઉમદા હેતુ થી દ્વારકેશ હેલ્થકેર હોસ્પિટલ એલ.એલ.પી. સંચાલિત, પલ્સ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે. જ્યાં વિવિધ રોગોની સારવાર નિષ્ણાંત અને અનુભવી ડોક્ટરો દ્વારા કરવામાં આવી રહી છે.
ડો.પ્રિયેશ નડીયાપરાએ જણાવ્યું હતું કે, પલ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માં આયુષમાન કાર્ડ અંતર્ગત ફ્રી સારવારમાં ગાયનેક વિભાગ (સ્ત્રીરોગ તથા પ્રસૂતિના વિભાગ - નોર્મલ તથા સીજેરિયન ડિલિવરી) પીડિયાટ્રિક ( નવજાત શિશુ તથા ૦ થી ૮ વર્ષ નાં બાળકો ની શ્રેષ્ઠ સારવાર) નવજાત શિશુને કાચની પેટીમાં રાખવાની સારવાર ઓર્થોપેડિક વિભાગ ( હાડકાં તથા જોઇન્ટ રિપ્લેસમેંટ તથા કોઈપણ પ્રકારના ફ્રેક્ચર, હાડકાની ભાંગ ટૂટ, તથા તૂટેલા તાણીયા નું ઓપરેશન દૂરબીન વડે કરી આપવામાં આવશે). મણકાની સારવાર ( ગાદી દબાવી,ગાદી ખસી જવી વગેરે જેવા ઓપરેશન કરી આપવામાં આવશે. વાહન અકસ્માત સહાય યોજના હેઠળ સારવાર ઉપલબ્ધ છે. ઉપરના તમામ વિભાગોમાં માં-કાર્ડ તથા આયુષમાન કાર્ડ ધારકો માટે નિઃશુલ્ક/મફત સારવાર કરવામાં આવશે.
તદઉપરાંત પલ્સ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટમાં અન્ય સેવાઓ પણ ઉપલબ્ધ છે. જેમા મેડિસિન/ ક્રીટીકલ કેર,બ્લડ પ્રેશર, થાયરોઈડ, ( I.C.U.) ડાયાબિટીસ, જનરલ રોગ અને કિડનીના રોગોની સારવાર. સર્જરી ( જનરલ અને દૂરબીન થી તમામ ઓપરેશન ) ન્યુરો સર્જરી ( મગજ તેમજ કરોડરજ્જૂ ના ઓપરેશન ) દાંત તથા જડબાની તમામ સારવાર મેડિકલ સ્ટોર, લેબોરેટરી,-એમ્બ્યુલન્સ, એક્ષ-રે કસરત વિભાગ ( ફિજીયોથેરપી )સુવિધા પણ ઉપલબ્ધ છે.
આયુષમાન કાર્ડ ધારકો ને તેમજ અન્ય લોકોને સારી આરોગ્ય સુવિધાઓ રેલનગર રાજકોટમાં આવેલી ૪૭ બેડ ની અતિ આધુનિક પલ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, માં-દુર્ગા કોમ્પ્લેક્ષ,સાધુ વાસવાણી કુંજ રોડ, રેલનગર,-રાજકોટ ખાતે કાર્યરત છે.
હોસ્પિટલ દ્વારા રાજકોટ અને રાજકોટ જીલ્લાની જનતાને સારી ને વ્યાજબી ભાવથી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડી શકાય તે માટે ડો. પ્રિયેશભાઈ નડિયાપરા, કિશોરભાઇ બારૈયા, પ્રધ્યુમનભાઈ હૂદડ , શોકતભાઈ ગાંગાણી, કલ્પેશભાઇ દોમડિયા, ખીલવ મહેશભાઇ રાઠોડ, મયૂરભાઈ પરમાર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
પલ્સ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ, માં દુર્ગા કોમ્પલેક્ષ, સાધુવાસવાણી કુંજ રોડ, રેલનગર-રાજકોટ.
(4:09 PM IST)










