<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

ટાઉનશીપમાં કોમ્‍યુનીટી હોલ તથા પંચશીલનગરમાં ચોકના નામકરણ સહિતની દરખાસ્‍તો અંગે થશે નિર્ણય

રાજકોટ, તા. ૧૦ :  શહેરના વોર્ડ નં.૧૨માં પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્‍યામલ વાટિકા પાસે, ટી.પી.૧૫(વાવડી)ના એફ.પી.૧૫/એૅ૨૮/એ માં ૅપ્રધાનમંત્રી આવાસ યોજનૉ અંતર્ગત E.W.S.-૧ કેટેગરીના શ્રી મનસુખભાઈ છાપિયા ટાઉનશીપમાં આવેલ કોમ્‍યુનિટી હોલનું ૅ  રંજનબેન રાવલૅ કોમ્‍યુનિટી હોલ નામકરણ કરવા  સ્‍વિસ એજન્‍સી ફોર ડેવલપમેન્‍ટ એન્‍ડ કોઓપરેશન ફંડેડ ૅકેપેસીટી બિલ્‍ડીંગ પ્રોજેક્‍ટ ઓન લો કાર્બન એન્‍ડ ક્‍લાઈમેટ રેસિલિયન્‍ટ સીટી ડેવેલોપમેન્‍ટ ઈન ઇન્‍ડિયા(કેપેસીટીસ)ૅ ફેઝ-૨ પ્રોજેક્‍ટ અંતર્ગત રાજકોટ શહેર માટે ઇકલી સાઉથ એશિયા(ICLEI South Asia) દ્વારા રજુ કરવામાં આવેલ ૅક્‍લાઈમેટ રેસીલિએન્‍ટ સીટી એક્‍શન પ્‍લાન-ટુવર્ડસ નેટ ઝીરો ફયુચર બાય ૨૦૭૦ૅ અંગે અરવિંદભાઈ મણીઆર પુસ્‍તકાલયના બોર્ડમાં સભ્‍ય તરીકે રાજકોટ મહાનગરપાલિકાના પ્રતિનિધિની નિમણુંક કરવા અંગે મંત્રીશ્રી, શ્રી અરવિંદભાઈ મણીઆર પુસ્‍તકાલયનો પત્ર નં.૭૦ તા.૧૮/૧૨/૨૦૨૪ લક્ષમાં લઈ નિર્ણય લેવા બાબત.

ભારત સરકારશ્રીના ૅસ્‍માર્ટ સિટીૅ મિશન અંતર્ગત શહેરની ટી.પી સ્‍કીમ નં.૩૨(રૈયા) ૯૩૦ એકર જગ્‍યામાં વિકસાવવામાં આવેલ ૅઅટલ સ્‍માર્ટ સિટી- રાજકોટૅ વિસ્‍તારમાં ભારત દેશના પૂર્વ વડાપ્રધાનશ્રી ૅઅટલ બિહારી વાજપેયીૅની પ્રતિમા મુકવા. 

સ્‍માર્ટઘર-૪(વીર તાત્‍યાટોપે ટાઉનશીપ) અને સ્‍માર્ટઘર-૬(શહીદ રાજગુરૂ ટાઉનશીપ) યોજના અંતર્ગત બનાવવામાં આવેલ આવાસોની કિંમત નક્કી કરવા.

 સન ટુ હ્યુમન રાજકોટ પરિવાર દ્વારા પરમ પૂજ્‍ય અલયજીની શિબિરના આયોજન માટે રેસકોર્ષ વિભાગ-એ-બી, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્‍ડ તથા કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિયેટર વિનામુલ્‍યે ફાળવવામાં આવેલ જે બહાલ રાખવા.

રાજકોટ રનર્સ એસોશિએશન દ્વારા ૅનાઈટ હાફ મેરેથોનૅના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્‍ડના તમામ વિભાગો, કવિ રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્‍ડ તથા કવિ રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિયેટર વિનામુલ્‍યે ફાળવવામાં આવેલ જે બહાલ રાખવા.

શહેરના વોર્ડ નં.૧૧માં પંચશીલનગરની બાજુમાં આવેલ મવડી સ્‍મશાનની આગળના ચોકનું ૅકલ્‍પેશ સાગઠીયા ચોકૅ નામકરણ કરવા. તથા  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજકામ ધ્‍યાનમાં લેવા સહિતની ૯ દરખાસ્‍તો અંગે  નિર્ણય લેવા માં આવશે. 

(3:47 PM IST)