<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

ભાજપના ‘સરકારી માહિતી' જોવા ૩ર પ્રશ્નોઃકોંગ્રેસનો એકપણ

૧૮મીએ મનપાનું જનરલ બોર્ડ :શાસક પક્ષના ૧૬ નગર સેવકોએ પ્રશ્ન કર્યા રજૂઃ વોર્ડ નં. પ ના કોર્પોરેટર હાર્દિક ગોહેલના બાંધકામ, ડ્રેનેજ, વોટર વર્કસ, રોશની તથા નવા ભળેલા ગામમાં શું કામગીરીની ચર્ચાથી શરૂ થશે

રાજકોટ તા. ૧૦ :.. મ્‍યુનિ. કોર્પોરેશનનું દ્વિમાસિક જનરલ બોર્ડ આગામી તા. ૧૮ નાં શનિવારે સવારે ૧૧ કલાકે બોલાવવા મેયર નયનાબેન પેઢડીયાની સુચનાથી સેક્રેટરીએ એજન્‍ડા બહાર પાડયો છે. બોર્ડના એજન્‍ડા પર રાબેતા મુજબની ૯ દરખાસ્‍તો છે. તો ભાજપના ૧૬ કોર્પોરેટરોએ ૩ર અને બપોરે ૧-૩૦ કલાક સુધીમાં એકપણ પ્રશ્ન રજૂ કર્યો નથી.

આ બોર્ડમાં વોર્ડ નં. પ ના ભાજપના કોર્પોરેટર હાર્દિક ગોહેલના શહેરમાં છેલ્લા ર વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાંધકામ, ડ્રેનેજ, વોટર વર્કસ, રોશની વિગેરે શાખાઓ દ્વારા શું શું કામગીરી કરવામાં આવી તથા નવા ભળેલા વિસ્‍તારો જેવા કે મોટા મૌવા માધાપર, મુંજકા, મનહરપુર ગામોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ દિવસ સુધીમાં શું શું કાર્યવાહી કરવામાં આવી છે. કંઇ કંઇ કામગીરી ચાલુ છે. નવી કંઇ કંઇ કામગીરી કરવામાં આવી સહિતના પ્રશ્નો રજૂ થશે.

આ દિમાસિક જનરલ બોર્ડમાં પણ બપોર સુધીમાં આવેલા ૩ર પૈકી માંડ એકાદ પ્રશ્નોની ચર્ચા થાય તેવુ લાગી રહ્યું  છે. ભાજપના સભ્‍યોના પ્રશ્નોમાં જ બોર્ડ પુરૂ થશે. આથી નવા વર્ષના પ્રથમ જનરલ બોર્ડમાં પ્રજા પ્રશ્ને કોંગ્રેસ કેવુ વલણ અપનાવે છે તે જોવાનું રહેશે.

બીજા ક્રમાકે વોર્ડ નં. પ ના કોર્પોરેટર રસીલાબેન સાકરીયાએ મહાનગરપાલિકાના કેટલા બિલ્‍ડીંગો પર સોલાર રૂફટોપ યોજના અંતર્ગત સોલાર પેનલ લગાવવામાં આવેલ છે ? તેનાથી કેટલા રૂપિયાની વીજ બીલની બચત થયેલ છે ? ભવિષ્‍યમાં કયાં કયાં બિલ્‍ડીંગો પર સોલાર પેનલ મુકવામાં આવનાર છે. તેમજ  મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ર વર્ષમાં કેટલા, એસટીપી બનાવવામાં આવ્‍યા છે? કેટલા નવા પમ્‍પિંગ સ્‍ટેશન બનાવવાનું આયોજન છે? વિગતવાર માહિતી પુછી છે.

આ ઉપરાંત ક્રમશ અશ્વિન પાંભરે આરોગ્‍ય વિભાગના વેરા શાખાના, ચેતન સુરેજાએ હોર્ડિંગ બોર્ડ, પેકડ પાણીની બોટલના સેમ્‍પલ સહિતની માહિતી માંગી છે.

કયા પક્ષના કેટલા સવાલો

       ભાજપ     કોંગ્રેસ       કુલ

કોર્પોરેટર    ૧૬ ૦૦  ૧૬

પ્રશ્‍નો                ૩ર       ૦૦     ૩ર

કયા કયા નગર સેવકોએ પ્રશ્‍ન રજૂ કર્યા

હાદૃિકભાઇ ગોહિલ    ર

રસિલાબેન સાકરીયા ર

અશ્વિનભાઇ પાંભર ર

ભારતીબેન પરસાણા ર

ચેતનભાઇ સુરેજા    ર

કંચનબેન સિધ્‍ધપુરા   ર

નિતિનભાઇ રામાણી   ર      

કિર્તિબા રાણા        ર

જયાબેન ડાંગર      ર

દિલિપભાઇ લુણાગરીયા       ર

જયોત્‍સનાબેન ટીલાળા        ર

મીનાબા જાડેજા     ર

રાણાભાઇ સાગઠીયા   ર

કુસુમબેન ટેકવાણી ર

વિનુભાઇ સોરઠીયા ર

ડો. અલ્‍પેશભાઇ મોરઝરીયા   ર

 

(3:45 PM IST)