<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

આંતરરાષ્‍ટ્રીય કૂર્મી સેના રાજકોટ શાખાનો રવિવારે મંગલ ઉદ્‌ઘાટન સમારોહઃ હેલ્‍પલાઇન શરૂ કરાશે

રાજકોટ તા.૧૦: આગામી રવિવારે રાજકોટમાં પાટીદાર સમાજના એકીકૃત સામાજીક સંગઠન ‘‘આંતરરાષ્‍ટ્રીય કૂર્મી સેના'' ના કાર્યાલયનો ઉદઘાટન સમારોહ યોજેલ છે. અકિલા ખાતે વિગતો વર્ણવતા જણાવેલ કે સમગ્ર દેશમાં અને વિદેશમાં વસવાટ કરતાં પટેલ-પાટીદાર-કૂર્મી- કુનબી મરાઠા-કમ્‍મા-ખડાયાત-ગુર્જરના નામથી પ્રતલીત કિસાન જાતીની સામાજીક એકતા માટે નવનીર્મીત સંગઠન આંતરરાષ્‍ટ્રીય કૂર્મી સેનાના વહીવટી કાર્યાલયનો આગામી ૧ર જાન્‍યુઆરી રવિવારના રોજ સ્‍વામી વિવેકાનંદના જન્‍મદિન પર રાજકોટ ખાતે શુભારંભ કરવામાં આવી રહયો છે.  આંતરરાષ્‍ટ્રીય કૂર્મી સેનાના કાર્યલયનું તા.૧રના સવારે ૯:૩૦ વાગ્‍યે સહજાનંદ કોમ્‍પલેક્ષ, મવડી રોડ ખાતે શ્રેષ્‍ઠીઓ અને નવ યુવાનોની હાજરીમાં ઉદઘાટન કરવામાં આવશે. કૂર્મી સેના દ્વારા ૧ર જાન્‍યુઆરીના આ પ્રસંગે એક ખાસ હેલ્‍પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે. 

પ્રવર્તમાન સમયમાં શહેરોમાં મધ્‍યમ વર્ગ આર્થિક ભીંસને કારણે મુશ્‍કેલીનો સામનો કરી રહેલ છે અને તેને કારણે સામુહીક આપધાતના બનાવો પણ મોટી સંખ્‍યામાં સામે આવી રહયાં છે. ત્‍યારે આ બાબતે સંગઠન દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવશે. વ્‍યાજખોરો અને અસામાજીક તત્‍વોના ત્રાસ સામે આંતરરાષ્‍ટ્રીય કુર્મી સેના સમાજને સુરક્ષા મળે તે માટે આ હેલ્‍પલાઇન નંબર જાહેર કરી રહેલ છે.  સમગ્ર સમાજમાં રોટી-બેટીનો વ્‍યવહાર સ્‍થાપીત કરવા માટે આંતરરાષ્‍ટ્રીય સમુહ લગ્નોત્‍સવનું આયોજન કરવું, સમાજના લોકોની સલામતી માટે એકશન કમીટી બનાવી સમાજને ગુંડાઓ, વ્‍યાજખોરો, અસામાજીક તત્‍વો સામે સુરક્ષા કવચ પુરૂ પાડવું, સમાજના યુવાનોમાં શારીરીક અને બૌધ્‍ધીક ક્ષમતા કેળવવા વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવું. ખેતી, વ્‍યાપાર, ઉદ્યોગ,આરોગ્‍ય, શિક્ષણ, જેવા વિવિધ ૧પ ક્ષેત્રોમાં નકકર કામગીરી માટે બુધ્‍ધીજીવી અને અનુભવી લોકોની સમિતી બનાવવી, સમાજમાં વૈચારીક જાગૃતિ માટે પુસ્‍તકો, મેગેઝીન પ્રસિધ્‍ધ કરી સાહીત્‍ય ક્ષેત્રે નકકર કામગીરી કરવી, સમાજના લેખકો, કવિઓ, સાહિત્‍યકારો, કલાકારોને પ્‍લેટફોર્મ પુરૂ પડાશે. કૂર્મી સેનાના મુખ્‍ય સલાહકાર અશોભાઇ દલસાણીયા, અધ્‍યક્ષ જીજ્ઞેશ કાલાવડીયા, મહામંત્રી ચિરાગ કાકડીયા, રાજકોટ શહેર મહામંત્રી કેતન તાળા, વિજય શિયાણી, નરેન્‍દ્ર પટેલ, હરેશભાઇ બુસા, ધવલ વડલીયા, ભાસ્‍કર પટેલ, સંજય ખીરસીયા, કૌશીક ગોવાણી, પ્રિન્‍સ પટેલ ચિરાગભાઇ જસાણી તથા મયુર સાવલીયા સહિતના કાર્યકરો આ ઉદઘાટન સમારોહને લઇને જહેમત ઉઠાવી રહયાં છે.

 કૂર્મી સેનાનું કાર્યાલય સહજાનંદ કોમ્‍પલેક્ષ, ચશ્‍મા ઘર ઉપર, મવડી ચોકડી પાસે, રાજકોટ ખાતે શરૂ થવા જઇ રહયું છે જયાં સમાજના જરૂરીયાતમંદ લોકો માટે અવાજ ઉઠાવવામાં આવશે.

તસ્‍વીરમાં ‘અકિલા'ખાતે વિગતો વર્ણવતા પાટીદાર સમાજ અને કુર્મી સેનાના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:44 PM IST)