<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

વોર્ડનં.૪ કોંગ્રેસ સમિતી દ્વારા રવિવારે અને બુધવારે રેશનકાર્ડ ઇ-કેવાયસી માટે ખાસ કેમ્‍પ

રાજકોટ તા.૧૦: હાલ લોકોને રેશનકાર્ડ ઇ-કેવાયસી કરાવવામાં પડતી સમસ્‍યા ધ્‍યાને લઇ વોર્ડનં.૪ કોંગ્રેસ સમિતી દ્વારા તા.૧રના રવિવારે તેમજ તા.૧પના બુધવારે ખાસ ઇ-કેવાયસી કેમ્‍પનું આયોજન કરાયું છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કોંગ્રેસ આગેવાનોએ જણાવ્‍યું હતું કે શહેરમાં રેશનકાર્ડ ઇ-કેવાયસી કરાવવા ભીડનો સામનો કરવો પડે છે. બાળકો સહીત વૃધ્‍ધો અને વિદ્યાર્થીઓને લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે. તેમ છતાં કામો સફળ થતાં નથી. અનેક ધકકા થાય છે. ત્‍યારે આવી પરિસ્‍થીતી ધ્‍યાને લઇ વોર્ડનં.૪ કોંગ્રેસ સમિતી દ્વારા ખાસ માર્ગદર્શન અને સહાયતા કેમ્‍પનું આયોજન કરેલ છે.

જેમાં પ્રથમ કેમ્‍પ તા.૧રના રવિવારે સવારે ૮ થી ર ભગવતીપરા, રાધેક્રિષ્‍ના મંદિર ખાતે રાખેલ છે. જયારે બીજો કેમ્‍પ તા.૧પના બુધવારે સવારે ૮:૩૦ થી ર ગણેશ સોસાયટી, સાર્વજનીક પ્‍લોટ, ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે યોજેલ  છે.

લાભાર્થીઓએ ઇ-કેવાયસી માટેના જરૂરી પુરાવાઓ અને રેશનકાર્ડ તેમજ આધારકાર્ડ લીંક હોય તે મોબાઇલ ફોન સાથે ઉપસ્‍થિત રહેવા જણાવાયું છે. વધુને વધુ લોકોએ આ કેમ્‍પનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કોંગ્રેસ સમિતીના ઠાકરશીભાઇ ગજેરા, દીપકભાઇ મકવાણા, સંદીપભાઇ મહેતા નંદાભાઇ ડાંગર, હરેશભાઇ પરમાર, સંદીપભાઇ ગઢવી, રીચાર્ડભાઇ ફેન્‍વીક, ભરતભાઇ રાજપુત નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:42 PM IST)