તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
ચાઇનીઝ દોરા, તુક્કલ ન વેંચવા વેપરાીઓ, ફેરીઓને એ-ડિવીઝન પોલીસની કડક સુચના
વાહન ચાલકોને દોરાની ઇજાથી બચવા સેફટી ગાર્ડ લગાવવા સુચન

રાજકોટઃ શહેરના એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર. જે. બારોટ અને તેમની ટીમ દ્વારા પતંગ દોરાની બજારમાં ઓચીંતુ ચેકીંગ કરાયું હતું તેમજ ચાઇનીઝ દોરા, તુક્કલ વેંચાતા નથી ને? તેની તપાસ કરવામાં આવી હતી. તેમજ આવી ચીજવસ્તુ નહિ વેંચવા વેપારીઓને, ફેરીયાઓને સમજાવાયા હતાં. આ ઉપરાંત ટુવ્હીલર ચાલકોને દોરાથી થતી ઇજાથી બચી શકે તે માટે સેફટી બેલ્ટ બાંધવા, સેફટી ગાર્ડ લગાવવા સુચના અપાઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અનુસાર આ કામગીરી કરવામાં આવી હતી.
(3:37 PM IST)










