તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
આયર્લેન્ડ વુમન્સે ટોસ જીતી દાવ લીધોઃ ૨૦૯/૬
ઇન્ડીયા-આયર્લેન્ડ વુમન્સ ટીમનો પ્રથમ વનડે જામ્યોઃ દર્શકો ઉમટયા

શહેરના ભાગોળે જામનગર રોડ સ્થિત નિરંજન શાહ સ્ટેડીયમમાં ઇન્ડીયા-આયર્લેન્ડ વુમન્સ ટીમની ૩ મેચની સીરીઝનો પ્રથમ મેચ આજે રમાઇ રહયો છે. સવારે ટોસ જીતી પ્રવાસી આયર્લેન્ડે બેટીંગ લીધી હતી. પ્રારંભમાં ધબડકા બાદ કેપ્ટન ગેબી અને પોલે બાજી સંભાળી હતી. સવારથી ચાહકો સ્ટેડીયમમાં ઉમટી પડયા હતા. વિવિધ બેનરો સાથે ટીમ ઇન્ડીયાનો ઉત્સાહ વધાર્યો હતો. ઉપરોકત તસવીરમાં બંને ટીમના રાષ્ટ્રગાન બાદ મેચ શરૂ થયેલ. ફિલ્ડીંગમાં ઉતરેલ ટીમ ઇન્ડીયાએ સ્ટ્રેટેજી નકકી કરી હતી. જયારે આયર્લેન્ડના બેટરો દ્વારા મેદાનમાં ચારે બાજુ ફટકાબાજી કરી રહેલ દર્શાય છે. જયારે નીચેની તસવીરમાં તિરંગા સાથે ક્રિકેટ પ્રેમીમાં, ભરચકક સ્ટેડીયમ અને મોઢા ઉપર તિરંગો દોરાવતા મહિલા ક્રિકેટ ચાહક દર્શાય છે. (તસવીરઃ સંદીપ બગથરીયા)
ખંઢેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડીયમ ખાતે ૩ મેચની સીરીઝનો પ્રથમ મેચ શરૂઃ દર્શકોને નિઃશુલ્ક પ્રવેશ
કેપ્ટન લુઇસ અને લીહ પોલે પાંચમી વિકેટ માટે મહત્વપૂર્ણ ૧૧૭ રન જોડયાઃ લુઇસ સદી ચૂકી, ૯૨ રને આઉટઃ ટીમ ઇન્ડીયા વતી મીશ્રાને ૨ તથા સાધુ-શર્માને ૧-૧ વિકેટ મળી
રાજકોટઃ તા. ૧૦: શહેરમાં ક્રિકેટ ફિવર છવાયો છે. આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે છે ત્યારે રાજકોટમાં નિરંજન શાહ સ્ટેડીયમ ખાતે સમગ્ર વન-ડે શ્રેણીના આજથી પ્રારંભ થયો છે. આજે પહેલા વુમન વન-ડે મેચમાં પ્રવાસી આયર્લેન્ડ ટોચ જીતી પ્રથમ દાવ લેવાનો નિર્ણય કર્યો હતો.
આયર્લેન્ડની કેપ્ટન ગેબીનો પહેલાો બેટીંગ કરવાનો નિર્ણય જાણે ખોટો સાબીત થતો હોય તેમ ટીમની પ્રથમ ૪ વિકેટ માત્ર ૫૬ રનના સ્કોર ઉપર પડી ગઇ હતી. જેમાં ભારતીય બોલર મીશ્રાને બે તથા પેસર સાધુને ૧ વિકેટ મળી હતી. જયારે રેમન્ડ ૫ રનના અંગત સ્કોરે રન આઉટ થયેલ.
ટીમનો ધબડકો અટકાવવા કેપ્ટન ગેબી લુઇસે બાજી સંભાળી હતી અને લીહ પોલની સાથે બપોરે ૧:૪૫ વાગ્યા સુધીમાં ૧૧૭ રનની ભાગીદારી નોંધાવી હતી. કેપ્ટન લુઇસ ૧૧૫ દડામાં ૮૦ રન તથા પોલ ૭૩ દડામાં ૫૯ રન બનાવી ક્રીઝ ઉપર છે.
આયર્લેન્ડની પ્રથમ વિકેટ ૨૭ રનના સ્કોરે ફોર્બ્સના રૂપે ૫૬ રને ડેલનીની વિકેટ ભારતીય ટીમને મળી હતી. જયારે ૧૧૭ રનની મોટી ભાગીદારીને હરીન દેઓલે તોડી પોલને ૫૯ રનરનઆઉટ કરી હતી.ે
નિરંજન શાહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારે ૧૧વાગ્યે મેચ શરૂ થયો હતો. જેમાં આર્યલેન્ડની વુમન ટીમ ટોસ જીતી પ્રથમ દાવ લેતા સવારે ૧૧:૩૦ કલાકે ૩ ઓવરના અંતે ૧ વીકેટ ગુમાવી ૩૧ રન બનાવ્યા છે. ભારત વતી સાધુને સફળતા મળી હતી દર્શકો માટે ફ્રી એન્ટ્રી છે. શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાથીઓને પણ સોૈરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
જયારે આ શ્રેણીનો બીજો વન ડે રવિવારે તા. ૧૨ ના રોજ નિરંજન શાહ સ્ટેડીયમ ખાતે યોજાશે બપોરે ૨:૧૦ વાગ્યે આયર્લેન્ડની ટીમે ૪૬ ઓવરના અંતે ૬ વિકેટના ભોગે ૨૦૭૪ રન બનાવ્યા છે. કેપ્ટન લુઇસ સદી ચૂકી ૯૨ રને દીપ્તી શર્માનો શિકાર બનેલ.
(3:37 PM IST)










