<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

દશા સોરઠીયા વણીક નૂતન યુવક મંડળ દ્વારા રવિવારે કેળવણી સમારંભ

‘અકિલા' કાર્યાલય ખાતે મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાને દશા સોરઠીયા વણીક નુતન યુવક મંડળના પ્રમુખ કમલેશભાઇ મલકાણ, ઉપપ્રમુખ નીતીનભાઇ શેઠ, મંત્રી હિતેષભાઇ હેમાણી, ખજાનચી સંજયભાઇ કાટકોરીયા, કારોબારી સભ્‍યો મનોજભાઇ મલકાણ, સંજયભાઇ વખારીયા, ચંદ્રશેખર ધ્રુવ તથા દિપકભાઇ ઝવેરીએ રવિવારે યોજાનાર કેળવણી સમારંભ અંગેની વિસ્‍તૃત માહીતી આપી હતી. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ : શ્રી દશા સોરઠીયા વણીક નુતન યુવક મંડળ દ્વારા સ્‍વ.હેમલકુમાર મનુભાઇ શ્રીમાંકરના સ્‍મરણાર્થે શિક્ષણની શ્રેષ્‍ઠતા સમો ૬૦ મો કેળવણી સમારંભ તા.૧રને રવિવારના રોજ સાંજે ૪ વાગ્‍યે બાલભવન ખાતે યોજાશે.

કેળવણી સમારંભમાં જ્ઞાતિના ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ  પોતાની માર્કશીટ આપેલ છે.  આ તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્‍સાહીત કરવામાં આવશે.

ઉપરોકત પ્રોગ્રામને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ કમલેશ મલકાણ, ઉપપ્રમુખ નિતીન શેઠ તથા મંત્રી હિતેષ હેમાણી, ખજાનચી સંજય કાટકોરીયાની આગેવાનીમાં સમગ્ર ટીમ સમારંભને યાદગાર બનાવવાની જહેમત ઉઠાવી રહયા છીએ.

પ્રોગ્રામની શરૂઆતમાં મ્‍યુઝીકલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સાથે જ્ઞાતિના શુભચિંતક દાતાશ્રીઓનો પણ સહકાર પ્રાપ્ત થયેલ છે. તેમજ રાજકોટ મહાજન પ્રમુખ જયેશભાઇ કે.ધ્રુવના માર્ગદર્શન અને સાથ સહકાર મળેલ છે.

યુવક મંડળની ટીમના રમેશભાઇ કોઠારી, કિરીટભાઇ ધ્રુવ, કમલેશભાઇ શેઠ, પરેશભાઇ ધોળકીયા, સંજયભાઇ ધોળકીયા, સુરેશ ગગલાણી, દિપક ઝવેરી, સંજય વખારીયા, મનોજ મલકાણ, ચંદ્રશેખર ધ્રુવ, હાર્દિક ગોરસીયા, આશીષ સાંગાણી, અલ્‍પેશ ધ્રુવ, હિરેન માધાણી તથા જતીન માધાણી સક્રીય છે

(3:22 PM IST)