<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

નવા રૂપરંગ સાથે રાજકોટ સીટી વુમન્‍સ કલબનો ૬ઠ્ઠા વર્ષમાં પ્રવેશઃવર્ષ દરમિયાન ધમાકેદાર ૭ પ્રોગ્રામ

રાજકોટ સીટી વુમન્‍સ કલબનો ૬ઠ્ઠા વર્ષમાં પ્રવેશ : હેમુ ગઢવી હોલમાં ફીકસ સીટ અપાશે! બી થી જે ‘‘રો''ના વર્ષના ૧૫૦૦ રૂપિયાઃ કે થી વી ‘‘રો''માટે વર્ષના ૧૧૦૦ રૂપિયા વર્ષમાં ૭ કાર્યક્રમો: ફોર્મ ભરવા માટે ૨૩-૨૪ જાન્‍યુઆરી ૨ દિવસ! વહેલા તે પહેલાઃ વુમન્‍સ કલબ રાજકોટનો ૬ઠ્ઠા વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ એક વર્ષના વિરામ બાદ નવા રંગરૂપ સાથે રાજકોટ શહેરના બહેનોની લાગણી અને માગથીને માન આપી ફરીથી કાર્યરત થશે તેમ સંસ્‍થાના પ્રફૂલાબેન મહેતા અને મીરા દોશી જણાવે છે. ૨૦૨૫ના નવા વર્ષ જાન્‍યુઆરી ડીસેમ્‍બર આખા વર્ષના ધામકેદાર એકથી એક ચડે તેવા ૭ કાર્યક્રમો હેમુ ગઢવી હોલ ખાતે યોજવામા ંઆવશે. બહેનોને મનગમતા પ્રોગ્રામ, હાસ્‍ય દરબાર , પીકનીક જેવા વર્ષ દરમીયાન ૭ કાર્યક્રમો આપવામાં આવશે.તેમ જણાવાયું છે સાથે અન્‍ય કાર્યક્રમ જેમાં બહેનો માટે એકઝીબીશન-ક્રમ-સેલ જે બહેનો ઘરે બેઠા ગૃહ ઉદ્યોગ કરતા હોય તેમને આગળ આવવાની તક મળે અને બહેનોને પ્‍લેટફોર્મ મળે રાજકોટ માટે ઓપન રાજકોટ ફેશન શો કે અત્‍યારના આધુનીક યુગમાં મહેનો માટે ફેશન શોનું પણ આયોજન કરવામાં આવશે. વુમન્‍સ કલબના પ્રમુખ તથા કમિટિ મેમ્‍બસર્નનો એકજ ધ્‍યેય કે અત્‍યારના આધુનિક યુગમાં બહેનોને મનગમતા કાર્યક્રમ આપવામાં આવશે. સભ્‍ય બહેનોને ફીકસ સીટ આખા વર્ષ દરમીયાન પોતાની જ શીટ  રહેશે.જેમાં હેમુ ગઢવી હોલમાં ‘‘બી'' થી ‘‘ જે'' ‘‘રો'' સુધીના સીટના રૂા.૧૫૦૦ અને ‘‘કે'' થી ‘‘વી'' સુધી ‘‘રો'' ના સીટના રૂા.૧૧૦૦ ફી ભરવાની રહેશે.ફોર્મ ભરવા માટેની તારીખ ૨૩ અને ૨૪ જાન્‍યુઆરી એમ બે દિવસ જ છે. માટે ફોર્મ કમિઁિટ મેમ્‍બર્સઃ પ્રીતીબેન સુનિલભાઇ શાહ, પ્રફૂલાબેન મહેતા, મીરા દોશી, અમીષા દેસાઇ, જલ્‍પા પતીરા  મો.૯૯૯૮૨૫૯૯૨૭, અલ્‍પા દોશી મો.૯૭૨૭૬૫૭૩૭૫, અલ્‍કા ગોસાઇ, કાશ્‍મીરાબેન નથવાણી, અશ્‍વીની મહેતા સીંગર.

 ફોર્મ ભરવાનો સમયઃ સાંજે ૪ થી ૬, વહેલા તે પહેલાના ધોરણે

હાલ્‍ડા કોમ્‍પ્‍યુટર, રવિ પ્રકાશનની ઉપર, ડો.યાજ્ઞીક રોડ, રાજકોટ મો.નં. મીરા દોશીઃ ૯૯૦૯૩૦૦૦૭૭, પ્રફૂલાબેન મહેતા- ૯૪૨૮૮૯૦૨૭૭.

(2:37 PM IST)