<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

ભારત અને આયર્લેન્‍ડ વચ્‍ચે ૭પ વર્ષ જુના સબંધો, સ્‍મૃતિ મંધાનાને આઉટ કરવા સિક્રેટ પ્‍લાન

આયર્લેન્‍ડના કેપ્‍ટન ગેબી લેવિસે કહયું અમારી ટીમ સારી, રાજકોટમાં જીતનો જશ્ન મનાવીશુ

તમારા માટે ગૌરવની વાત છે કે અમે ભારતીય ટીમ સામે ત્રણ મેચની શ્રેણી રમવા ભારત આવ્‍યા છીએ અને અમારા માટે એક બહુ મોટી તક છે કારણ કે જ્‍યાં સુધી ભારત  અને  આયર્લેન્‍ડ ટીમમાં આઇસીસીની ઇવેન્‍ટ કે ટ્રોફી માટે રમ્‍યા છે પરંતુ બંને દેશો વચ્‍ચે શ્રેણીમાં પહેલી વખત રમી રહ્યું છે .ત્‍યારે સ્‍વાભાવિક  રીતે અમારા માટે ટીમના તમામ ખેલાડીઓ માટે પણ એક બહુ મોટી ઓપોર્ચ્‍યુનિટી છે . અને  સબ કોન્‍ટિનેન્‍ટ માં અમને જે તક મળી છે તે બહુ મોટી વાત છે અને અમે અહીં આશાવાદી છીએ કે સારો દેખાવ કરીશું.જ્‍યારે પૂછવામાં આવ્‍યું કે ભારત અને આયર્લેન્‍ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્‍ચે ૧૨ જેટલા મેચ રમાયા છે પરંતુ આર્યલેન્‍ડ ની ટીમ ભારત સામે એક પણ મેચ જીતી નથી તો શું રાજકોટ થી શરૂઆત કરશો તેવા એક સવાલમાં જગ્‍યા વિશે જણાવ્‍યું હતું કે અમે પણ આશા રાખીએ કે શ્રેણીમાં અમે જીત મેળવી અને શરૂઆત અહીં રાજકોટથી કરીએ. જ્‍યાં સુધી ટીમનો બેલેન્‍સ નો સવાલ છે ત્‍યાં સુધી કેટલાક ચુનંદા ખેલાડીઓ ટીમમાં છે. સારા ફાસ્‍ટ બોલર્સ પણ ટીમમાં છે અને મને લાગે છે કે ભારતીય ટીમ સામે અમારી ટીમનો દેખાવ પણ સારો રહેશે અને અહીં મેચ જીતવાના અમે પુરા ઙ્કયત્‍ન કરીશું.

જ્‍યારે પૂછવામાં આવ્‍યું કે ભારતીય ટીમમાં હરમન પ્રીત કૌર અને રેણુકા સિંહ જેવા દિગજ ખેલાડીઓ  નથી તો એક એડવાન્‍ટેજ તમારી ટીમ માટે બની રહેશે તેમાં એક સવાલના જવાબમાં તેમણે જણાવ્‍યું હતું કે ચોક્કસપણે આ બંને મહાન ક્રિકેટરો છે. અને એ ટીમમાં નથી તો અમારા માટે એડવાન્‍ટેજ જરૂર હોય છે પણ તેમ છતાં ઇન્‍ડિયાની ટીમ બહુ જ સારી ટીમ માનવામાં આવે છે અને અમે ચોક્કસ પણે એક શાનદાર ક્રિકેટ રમીને સારો દેખાવ કરવા ઉત્‍સુક છીએ.

જ્‍યારે પૂછવામાં આવ્‍યું કે ભારત અને આયર્લેન્‍ડ વચ્‍ચે ૭૫ વર્ષના સંબંધો છે અને ૨૦૨૪ નું વર્ષ ભારત અને આર્યલેન્‍ડના સંબંધોને લઈને ઉજવવામાં પણ આવ્‍યું હતું તે સંદર્ભે આ શ્રેણી હવે અહીંયા રમાઈ રહી છે તે વિશે તમે શું માનો છો ત્‍યારે તેમને જણાવ્‍યું હતું કે અમારા માટે બહુ મોટી તક છે કે એક શ્રેણી બંને દેશો વચ્‍ચે રમાતી હોય છે તેમાં અમે સામેલ થયા છીએ અને અહીં અમે શાનદાર દેખાવ કરવા આશાવાદી છીએ.ભારતીય ટીમના સુકાની સ્‍મળતિ મંધાના ફૂલ ફોર્મમાં રમી રહ્યા છે ત્‍યારે તેમને જલ્‍દી આઉટ કરવા માટે કોઈ સ્‍ટ્રેટેજીવિચારવામાં આવી છે ત્‍યારે તેમને હસતા કહ્યું કે એ તો અમારું સિક્રેટ છે પરંતુ ચોક્કસપણે સ્‍મળતિ મંધાના ને અમારે જલ્‍દી આવ કરવી પડશે અને એમની વિકેટ અમારા માટે બહુ મહત્‍વની વિકેટ છે.

આઇલેન્‍ડની ટીમ ટી ટ્‍વેન્‍ટી અને વન-ડે મેચ રમતી આવી છે પરંતુ બહુ ઓછા ટેસ્‍ટ રમે છે બલ્‍કે ત હજુ સુધીમાં એક જ ટેસ્‍ટ મેચ રમ્‍યો છે ત્‍યારે ચોક્કસ એમણે જણાવ્‍યું હતું કે ટેસ્‍ટ મેચ પણ જરૂરી છે અને આવનારા દિવસોમાં અમને પણ વધુ ટેસ્‍ટ મેચ રમવા મળે તેવી આશા અમે રાખી રહ્યા છીએ.

(3:43 PM IST)