તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
ભગવતીપરાના ઇમિટેશનના ધંધાર્થી યુવાને પાંચ લાખ સામે ૮ાા લાખ ચુકવ્યા છતાં વધુ વ્યાજ માંગી ધમકી
મુળ પશ્ચિમ બંગાળના શરીફએલી શેખની ફરિયાદ પરથી સામા કાંઠાના મુળજી મુંધવા, તેના પુત્ર અને ચાના થડાના કર્મચારી ગોકળ વિરૂધ્ધ બી-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૯: વ્યાજખોરીનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. ભગવતીપરામાં રહેતાં અને ઇમિટેશનની મજૂરી કરતાં મુળ પヘમિ બંગાળના યુવાને ધંધાના કામ માટે આર્યનગરના શખ્સ પાસેથી પાંચ લાખ બે કટકે લઇ તેની સાથે ૮ાા લાખ ચુકવી દીધા હોવા છતાં આ શખ્સ અને તેના પુત્ર તથા તેના ચાના થડે કામ કરતાં શખ્સે મળી વધુ ૮ાા લાખની ઉઘરાણી કરી ધાકધમકી આપતાં ફરિયાદ નોંધાવાઇ છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ભગવતીપરા યદુનંદન સોસાયટી-૧ અમૃત વિલા-૨માં એ-૩૦૨ ખાતે રહેતાં મુળ પヘમિ બંગાળના રોઝપુરગામના શરીફઅલી સાનોરઅલી શેખ (ઉ.વ.૩૬) નામના ઇમિટેશનના ધંધાર્થીની ફરિયાદ પરથી મુળજી સીંધાભાઇ મુંધવા, તેના પુત્ર નિલેશ મુળજીભાઇ મુંધવા અને મુળજીના ચાના થડે કામ કરતાં ગોકળ ઉર્ફ ગોકો વિરૂધ્ધ માર મારી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધ્યો છે.
શરીફઅલી શેખ ઇમિટેશનનું કામ કરે છે. તેણે દોઢેક વર્ષ પહેલા ધંધાના કામ માટે જરૂર પડતાં મુળજી મુંધવા પાસેથી રૂા. પાંચ લાખ ૬ ટકા વ્યાજે લીધા હતાં. જેની સામે મુળજીને તેણે સિક્યુરીટી પેટે સહીવાળા બે ચેક આપ્યા હતાં. આ પછી તેને નિયમીત રીતે વ્યાજ ચુકવ્યું હતું અને મુદ્દલ કરતાં પણ વધુ રૂપિયા ચુકવી દીધા હતાં. આમ છતાં વધુ વ્યાજની ઉઘરાણી કરી મુળજી વતી ગોકળ ઉર્ફ ગોકાએ વારંવાર વ્યાજની માંગણી કરી ગાળો દઇ ફોન કરી ધમકીઓ આપવાનું ચાલુ કર્યુ હતું. તેમજ પાંચ લાખ રૂપિયા સામે ૮,૫૦,૦૦૦ ચુકવી દીધા હોવા છતા મુળજીના દિકરા નિલેષે હવે પાંચ લાખ સામે ૮,૫૦,૦૦૦ ચુકવવા પડશે તેમ કહી માંગણી કરી વ્યાજ ચુકવવા દબાણ કરી મારકુટ કરી ધમકી આપતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
શરીફઅલી શેખે જણાવ્યું છે કે હું મુળ પヘમિ બંગાળનો વતની છું અને રાજકોટમાં ચાર વર્ષથી મારા પત્નિ, ત્રણ બાળકો સાથે ફલેટમાં રહી આર્યનગર-૧૨માં હું ઇમિટેશનનું કામ કરુ છું. પોણા બે વર્ષ પહેલા મારે ઇમિટેશનના કામ માટે મકાન ભાડે જોઇતુ હતું ત્યારે મકાન ભાડે અપાવવાનું કામ કરતાં મુળુભાઇનો ફોન પર સંપર્ક કરતાં તેણે મને આર્યનગર-૧૨માં મકાન બતાવ્યું હતું. તેમજ મકાનના માલિક મુળજી સીંધાભાઇ મુંધવા સાથે મારી મુલાકાત કરાવી હતી. મેં મુળજી મુંધવાને કહેલું કે તમારુ મકાન મને ભાડે આપો તો ત્યાં હું ઇમિટેશનનું કામ કરી શકું અને માણસો પણ ત્યાં રહી શકશે. જેથી તેણે રૂા. ૩૫ હજાર ભાડુ કહ્યું હતું. રકઝક બાદ ભાડુ ૨૫ હજાર નક્કી થયું હતું. એ પછી મેં તેનુ મકાન ભાડે રાખી ઇમિટેશન કામ ચાલુ કર્યુ હતું. ત્યારે મુળજી મુંધવાએ વાત કરેલી કે જ્યારે પણ પૈસાની જરૂર હોય ત્યારે મને કહેવું.
દરમિયાન દોઢેક વર્ષ પહેલા મારે ધંધામાં રૂપિયાની જરૂર ઉભી થતાં મેં રૂપિયા માંગતા તેણે મને ૧૦ ટકા વ્યાજે ૨ લાખ આપ્યા હતાં. જેમાં વ્યાજ કાપી ૧,૮૦,૦૦૦ મને દીધા હતાં. મેં તેને બે મહિનાના વ્યાજના ૨૦ હજાર વ્યાજ અને ભાડુ મળી કુલ ૯૦ હજાર ચુકવ્યા હતાં. ત્યારબાદ મુળજી સિંધવે વધુ વ્યાજે નાણા જોઇએ તો વ્યાજદર ઓછો કરી દઇશ તેમ કહેતાં મેં ૩ લાખ માંગતા તેણે ૬ ટકા વ્યાજે દીધા હતાં. જેનું એડવાન્સ વ્યાજ કાપી મને ૨,૮૨,૦૦૦ દીધા હતાં. તે વખતે મારી પાસેથી સહી કરેલા ચેક લીધા હતાં. ચેકમાં ૨ લાખ રકમ લખાવી હતી. ત્યારે મને કહેલુ કે હવે તારે મને ૫ લાખના દર મહિને ૬ ટકા લેખે વ્યાજ ચુકવવાનું રહેશે. એ પછી હું દર મહિનાની એકથી દસ તારીખમાં મુળજી મુંધવાને વ્યાજ અને ભાડુ ચુકવતો હતો.
ઘણીવાર ભાુ કે વ્યાજ ચુકવવામાં મોડુ થાય તો મુળજીની ચાની દુકાને કામ કરતો ગોકળ ઉર્ફ ગોકો મને ફોન કરી ગાળો દઇ ઉઘરાણી કરતો હતો. મેં મુળજીને ડિસેમ્બર-૨૦૨૪ સુધી દર મહિને ભાડુ અને વ્યાજ મળી ૫૫ હજાર લેખે ચુકવણી કરી હતી. ૨૯/૧૨ના રોજ મારા ૧૧ વર્ષનો દિકરાને મકાન માલિકે માર મારતાં મેં ભાડે અપાવનાર મુળજીભાઇને જાણ કરતાં સમાધાન કરાવ્યું હતુ. એ પછી મુળજી મુંધવાએ મકાન ખાલી કરવા કહ્યું હતું. એ પછી મુળજીએ તેના મોટા દિકરા નિલેષ સાથે વાત કરી લેવા કહેતાં નિલેષે મને પેડક રોડ ઠાકરધણી ટી સ્ટોલ ખાતે બોલાવતાં હું ત્યાં જતાં મનેગાળો દીધી હતી અને થપ્પડ મારી કહેલુ કે તારે મકાન ખાલી કરવું હોય તો પાંચ લાખની સામે ૮,૫૦,૦૦૦ આપવા પડશે. પછી જ તું મકાન ખાલી કરી શકીશ તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી. અંતે મારે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં જણાવતાં એમ. એન. પીઠીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૯)
(3:42 PM IST)










