<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

રાજકોટ જીલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં ૪૯.પ૧ કરોડના વિકાસ કામોને બહાલી

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી બેઠક આજે અધ્‍યક્ષ પી. જી. કયાડાની અધ્‍યક્ષતામાં મળેલ તે પ્રસંગની તસ્‍વીરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ ઇલાબેન ગોહિલ, પ્રિયંક ઝલચર અને જય ગોસ્‍વામી ઉપસ્‍થિત છે.

રાજકોટ તા. ૯: રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતીની બેઠકમાં કુલ ૪૩ કામોની રૂ.૪૯.૫૧ કરોડના ટેન્‍ડર તથા વહીવટીના વિકાસના કામોની મંજુરી આપવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે રોજ કારોબારી ચેરમેન પી.જી.કયાડાના અધ્‍યક્ષ સ્‍થાને મળતા તેમાં વિવિધ વિકાસ કામોને મંજુરી મળેલ છે. જેની વિગત આ મુજબ છે.

સિંચાઇ શાખા

સિંચાઇના કુલ ૫ કામોના ટેન્‍ડર કુલ રૂ.૧,૪૨,૨૩,૪૫૧/- (એક કરોડ બેતાલીસ લાખ ત્રેવીસહજાર ચારસોએકાવન પુરા)

સિંચાઇના કુલ ૨૯ કામોની વહીવટી મંજુરી કુલ રૂ.૪૩,૭૦,૦૯,૬૦૦/- (તેતાલીસ કરોડ સીત્તેર લાખ નવહજાર છસો પુરા) મંજુર કરવામાં આવ્‍યા.

બાંધકામ શાખા

બાંધકામના કુલ ૭ કામોના કુલ રૂ.૪,૧૬,૧૦,૦૬૧(ચાર કરોડ સોળ લાખ દસહજાર એકસઠ પુરા)ના ટેન્‍ડર મંજુર કરવામાં આવેલ છે.

આઈ.સી.ડી.એસ. શાખા

રાજકોટ જિલ્લાને કુપોષણ મુક્‍ત કરવાના અભિયાનના ભાગરૂપે ત્‍ઘ્‍ઝલ્‍ વિભાગમાં કુપોષિત બાળકોને પોષણક્ષમ અને પ્રોટીનયુક્‍ત આહાર પૂરો પાડવાના ખર્ચની હેડ માટે ગ્રાન્‍ટ મંજુર થઇ આવેલ હોય, સને-૨૦૨૪-૨૫ના સ્‍વ-ભંડોળના અંદાજપત્રમાં મંજુર થયેલ રકમમાંથી રૂ.૨૦.૦૦લાખ ખર્ચ કરવા મંજુરી આપવામાં આવેલ છે.

પંચાયત શાખા

ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ, ગાંધીનગર વર્ષઃ૨૦૨૪-૨૦૨૫ની ગુજરાત પંચાયત પરિષદની સભ્‍ય ફી રૂ.૧૦,૦૦૦ તથા અનુદાનની રકમ રૂ.૨,૦૦,૦૦૦ ભરવા બાબત એમ કુલ રૂ.૨,૧૦,૦૦૦ (બે લાખ દસ હજાર પુરા)ની મંજુરી આપવામાં આવેલ છે.

આમ કુલ રૂ.૪૯,૫૦,૫૩,૧૧૨ (ઓગણપચાસ કરોડ પચાસ લાખ ત્રેપન હજાર એકસો બાર પુરા)ના સિંચાઇ અને બાંધકામ કામોના ટેન્‍ડર તેમજ વહીવટી મંજુરી તથા ICDS શાખાને સ્‍વ-ભંડોળના અંદાજપત્રમાં મંજુર થયેલ રકમમાંથી કુપોષિત બાળકોને પોષણક્ષમ અને પ્રોટીનયુક્‍ત આહાર પૂરો પાડવા ખર્ચની મંજુરી અને પંચાયત શાખાને ગુજરાત પંચાયત પરિષદની સભ્‍ય ફી તથા અનુદાનની ફી ભરવાની મંજુરી આપવામાં આવેલ છે.

તેમજ આજની બેઠકમાં અધ્‍યક્ષશ્રી પી.જી.કયાડા, કાર્યકારી સચિવશ્રી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જય ગોસ્‍વામી તથા કારોબારી સમિતિના સભ્‍યશ્રીઓ, જિલ્લા પંચાયત રાજકોટના શાખાધિકારીશ્રીઓ હાજર રહેલ હતા.

(3:05 PM IST)