News of Thursday, 9th January 2025
ટ્રાફિકને અડચણરૂપ વાહનો સામે ચોથા દિવસે ઝુંબેશ વધુ આકરીઃ ૪૧૦ કેસ કરી દંડ વસુલાયો
દરરોજ આ પ્રકારની ડ્રાઇવ સાંઇઠથી વધુ સ્થળે યોજાય છેઃ આમ છતાં વાહનચાલકો જાગૃત બનતાં ન હોવાથી ફટકારાય છે દંડ

રાજકોટઃ શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે આડેધડ વાહનો પાર્ક કરનારા વાહનચાલકો વિરૂધ્ધ ચાલી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ચોથા દિવસે ૪૧૦ વાહનચાલકોને દંડ ફટકારી રૂા. ૨,૦૩,૮૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવી, તમામ પીઆઇની રાહબરીમાં પીએસઆઇઓની અલગ અલગ ટીમો દરરોજ ડ્રાઇવ યોજે છે. જીલ્લા પંચાયત-અકિલા ચોક, રામકૃષ્ણ આશ્રમ ચોક, ડો. યાજ્ઞિક રોડ, ત્રિકોણબાગ, લોધાવાડ રોડ, કોટેચા ચોક, કેકેવી ચોક, મોટા મવા સ્મશાન પાસેનો રોડ, સરિતા વિહાર, સાધુ વાસવાણી ટી પોઇન્ટ, આકાશવાણી ચોક, અમીન માર્ગ, માયાણી ચોક, માધાપર ચોકડી, અયોધ્યા ચોક, શિતલ પાર્ક ચોક, રામાપીર ચોકડી, ઇન્દિરા સર્કલ ચોક, મહાપુજાધામ ચોક, ઓમનગર સર્કલ, આસ્થા ચોકડી, લીમડા ચોક, હરિહર ચોક, જ્યુબીલી ચોક, કિસાનપરા, હનુમાન મઢી, એસ્ટ્રોન ચોક, ભક્તિનગર સર્કલ, મક્કમ ચોક સહિતના એકસઠ સ્થળોએ આ ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં રોકડ અને ઇ-ચલણ મળી કુલ ૪૧૦ કેસ કરીને દંડ વસુલાયો હતો.
(3:01 PM IST)










