તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 9th January 2025
રેસકોર્ષમાં ટ્રેડ ફેર જમાવટ કરે છેઃ અત્યાધુનિક વસ્તુઓનું પ્રદર્શન
દેશભરમાંથી વિવિધ કન્ઝયુમર આઇટમ્સ લોકોને આકર્ષી રહેલ છેઃ રવિવાર સુધી ચાલું

રાજકોટઃ રેસકોર્ષ ખાતે આગામી રવિવાર સુધી આયોજીત વેકેશન ટ્રેડ ફેર ર૦રપ માં શહેરીજનો બ્હોળા પ્રમાણમાં ઉમટી રહ્યા છે. ત્યારે વિવિધ કંપનીઓ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે પોતાની પ્રોડકટસનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ પ્રદર્શન નિહાળીને શહેરીજનો મંત્રમુગ્ધ થઇ રહ્યા છે.
રાજકોટના રેસકોર્ષ મેદાનમાં માઇક્રોફાઇન ઘરઘંટી પ્રસ્તુત બેસ્ટ ઇવેન્ટ આયોજિત ટ્રેડફેર-ર૦રપનો પ્રારંભ થઇ ચૂકયો છે. રવિવાર ૧ર જાન્યુઆરી સુધી ચાલનારા આ ટ્રેડફેરાની મજા રાજકોટવાસીઓ મન ભરી માણશે. ટ્રેડ ફેર તો દર વર્ષે યોજાય જ છે પણ આ વખતે દેશભરમાંથી આવેલા વિવિધ કન્ઝયુમર આઇટમ તમારૂ મન મોહી લેશે.
ખાસ તો આ વર્ષે દર વર્ષ કરતા વધુ મોટા પ્રમાણમાં અને અત્યાધુનિક રીતે ફેર યોજવામાં આવ્યો છે. બાળકોથી લઇને મોટેરાઓ પરિવાર સાથે રેસકોર્ષ ખાતે આ ફેરનો લાભ લઇ શકશે. અત્યાધુનિક વસ્તુઓનું પ્રદર્શન તેમજ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની જાણીતી કંપનીઓ પણ આ ફેરમાં ભાગ લઇ રહી છે. ટ્રેડ ફેરની મુલાકાત બપોરે ર વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યાસુધી લઇ શકાશે. આ ફેરમાં એફ એમ સી જી, ગીફટ આર્ટિકલ, ઘરગથ્થુંની વસ્તુઓ, હેલ્થ, ફિટનેસ તેમજ ફુડ સ્ટોલ અને અન્ય બીજી ઘણી પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે.આ ફેરને આકર્ષતા રોજે રોજ સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ડાન્સ સ્પર્ધા પણ યોજાય છે.
રાજકોટવાસીઓ આનંદ ઉલ્લાસ સાથે ફેરને માણી શકે તેવું આયોજન કૃષ્ણસિંહ જાડેજા, હિતેશભાઇ દોશી, યશપાલસિંહ જાડેજા દ્વારાકરવામાં આવ્યું છે. રાજકોટવાસીઓ ઉલ્લાસભેર આયોજનમાં સહભાગી થાય અને મુલાકાત લે તેવી અપીલ કરવામાં આવી છે.
(2:50 PM IST)










