<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

વૃંદાવનધામમાં ઉકાણી પરિવાર દ્વારા આજે દિપદાન મનોરથ

ઈશ્વરીયા ખાતે વૃંદાવનધામમાં આહલાદક નજારો.... મનોરથના દર્શનથી ભાવિકો ભાવવિભોર : રાજકોટવાસીઓ શ્રી નાથદ્વારામાં દર્શન કરતા હોય તેવી અનુભૂતિ : સ્‍વયં ઠાકોરજીનું સ્‍વરૂપ ગણાતા ‘ધ્‍વજાજી'ના દર્શન માટે કળષ્‍ણભકતો ઉમટી પડયા : નાથદ્વારાના પૂ. વિશાલબાવાની નિશ્રામાં ઉકાણી પરિવાર દ્વારા ગૌચરણ મનોરથની ઉજવણી : રાજકીય-સામાજીક મહાનુભાવો વૈષ્‍ણવો અને રાજકોટવાસીઓ ‘વૃંદાવનધામ' નિહાળી ધન્‍યતા અનુભવી : હજારો ભાવિકો ઉમટી પડયા

રાજકોટ તા. ૯ :  રાજકોટના દાનવીર ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્વારા ઈશ્વરીયા ખાતે વળંદાવનધામમાં ત્રિદિવસીય મનોરથ ઉત્‍સવમાં વૈષ્‍ણવો તથા રાજકોટવાસીઓ એ વળંદાવનધામનો નજારો નીહાળી નાથદ્રારામાં ‘ઠાકોરજી' ના દર્શન કરતા હોય તેવી ધન્‍યતા અનુભવી છે. ગઇકાલે નાથદ્વારાના પૂ. વિશાલ બાવાની નિશ્રામાં ઉકાણી પરિવાર દ્વારા ગૌચરણ મનોરથની ઉજવણી કરવામાં આવી હતી. પૂ. વિશાલ બાવા પુષ્ટીમાર્ગીય પ્રધાનપીઠ ગણાતા શ્રી નાથજી હવેલીમાં નિયમાનુસાર ભોગ ધરાવી ગઇકાલે તત્‍કાલ રાજકોટ વળંદાવનધામ પરત ફર્યા હતા.

આજથી ૫ વર્ષ પૂર્વ ‘કળષ્‍ણચરિત્ર કથા' સપ્તાહમાં ભવ્‍ય વિશાળ સેટ સાથેનું યાદગાર આયોજન ની ભેટ આપનાર બાનલેબ ઉકાણી પરિવાર દ્રારા ત્રીદિવસીય મનોરથ માટે વળંદાવન ધામની પાવન ભૂમીમાં મનોરથ ઉત્‍સવ કાર્યક્રમ સવારે ૮:૩૦ થી અને સાંજે ૪:૩૦ થી ૮:૩૦ દર્શન તથા ધ્‍વજાજી આરોહણના પ્રસંગો ભવ્‍યાતિભવ્‍ય રીતે ઉજવાઈ રહયા છે. ગઇ કાલે આયોજીત ગૌચરણ મનોરથમાં રાજકોટવાસીઓની બહોળી સંખ્‍યામાં માનવ મેદની ઉમટી પડી હતી. આજે દિપદાન મનદરથની ભવ્‍ય ઉજવણી થનાર છે. દિકરી ચિ. રાધાના લગ્નોત્‍સવ પૂર્વ આયોજીત ત્રિદિવસીય મનોરથ ઉત્‍સવ, મહેમાનો ના નામે વળક્ષારોપણ સહીતના બાનલેબ ઉકાણી પરિવાર દ્વારા આયોજન રાજકોટ વાસીઓ માટે એક સોનેરી સંભારણું છે.

વૈષ્‍ણવોના પવિત્ર યાત્રાધામ શ્રી નાથદ્રારા થી ખાસ ચાર્ટર પ્‍લેનમાં બે દિવસ પૂર્વ તા. ૬ જાન્‍યુઆરીના રોજ શ્રી નાથદ્વારાની ‘ધ્‍વજાજી' ને લાવવામાં આવી હતી. સ્‍વયં ઠાકોરજી સ્‍વરૂપ ગણાતા ‘ધ્‍વજાજી'ની વિશાળ શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગો પર નીકળી હતી. ઈશ્વરીયાના વળંદાવનધામ ખાતે નિર્મિત મોતીમહેલમાં ‘શ્રીનાથજીની સન્‍મુખ ‘ધ્‍વજાજી'નું પૂ.પૂ. ૧૦૫ વિશાલ બાવા ગોસ્‍વામીજીના હસ્‍તે આરોહણ કરાયુ હતું ગઇકાલે ઉકાણી પરિવારના ડો. ડાયાભાઈ ઉકાણી, નટુભાઈ ઉકાણી, શ્રીમતી અમીતાબેન નટુભાઈ ઉકાણી, મૌલેશભાઈ ઉકાણી, સોનલબેન મૌલેશભાઈ ઉકાણી, લવ ઉકાણી, રીશા લવ ઉકાણી, જય ઉકાણી, હેમાંશી જય ઉકાણી, રાધા અને રીશી, વિધી, યુગ સહીતના પરિવારજનોએ પૂ. વિશાલ બાવાના સાનિધ્‍યમાં ગૌચરણ મનોરથની ઉજવણી કરી હતી.

ઉકાણી પરિવારના ઇશ્વરીયા સ્‍થિત દ્વારકાધીશ ફાર્મ ખાતે ઉભા કરવામાં આવેલા વળંદાવન ધામ ખાતે ત્રિદિવસીય મનોરથ પ્રસંગે વૈષ્‍ણવો તથા રાજકોટવાસીઓ કળષ્‍ણભક્‍તિના રંગે રંગાયા હોય તેવો માહોલ સર્જાયો છે. વળંદાવન ખાતે નિર્મિત ગીરીરાજ પર્વત, નાથજીના ના મોતી મહેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, દ્વારકાધીશ મંદિરની આબેહુબ પ્રતિકળતીના દર્શન માટે ભાવીકો મોટી સંખ્‍યામાં ઉમટી પડયા છે. વળંદાવનધામ ખાતે ‘ઠાકોરજી'ના દર્શન માટે પધારતા ભાવિકો માટે ઉકાણી પરિવાર દ્વારા સુચારૂ વ્‍યવસ્‍થાઓ કરવામાં આવી રહી છે.

રાજકોટની ભાગોળે ઇશ્વરીયા ખાતે વુદાવનધામમાં ગઈ કાલે ગૌચરણ મનોરથની ઉજવણી કરવામાં આવી હતી આ ત્રિદિવસીયા મનોરથ ઉતસવમાં સામાજીક રાજકીય મહાનુભાવો પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્રાજ, પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઈ બોધરા, પરેશભાઈ ગજેરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, દુર્લભજીભાઈ દેથલીયા, લલીતભાઇ રાદડીયા, ડો. દર્શીતાબેન શાહ, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, દંડક મનીષભાઈ રાડીયા, પૂર્વ કમિશ્નર રાજુ ભાર્ગવ, ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, મેનેજીંગ ટ્રસ્‍ટી જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, ઉદ્યોગપતિઓ મનસુખભાઈ પાણ, નાથાભાઈ કાલરીયા, રાજનભાઈ વડાલીયા, રમણભાઈ વરમોરા, પવિત્ર યાત્રાધામ ના સચિવ રમેશભાઈ મેરજા, ઉમિયા પરિવાર સંગઠન પ્રમુખ કૌશીકભાઈ રાબડીયા સહીત રાજકીય સામાજીક સંસ્‍થાઓના અગ્રણીઓ એ વળંદાવન ધામની મુલાકાત લીધી હતી.

પુષ્ટીમાર્ગીય પ્રધાનપીઠ શ્રીનાથજી હવેલીના પૂજય વિશાલબાવાના હસ્‍તે ધ્‍વજારોહણ

રાજકોટ તા. ૯ : રાજકોટની ભાગોળે ઈશ્વરીયાના દ્વારકાધીશ ફાર્મ ખાતે ધ્‍વજાઆરોહણનો દિવ્‍ય પ્રસંગ ઉજવાયો પુષ્ટિમાર્ગીય પ્રભાનપીઠ શ્રીનાથજી હવેલીના યુવાચાર્ય ગો.ચી. ૧૦૫ શ્રી વિશાલ બાવા કે જેઓ શ્રીનાથજી હવેલીના શ્રી શ્રી તિલકાયતના સુપુત્ર છે તેઓના હસ્‍તે ‘ધ્‍વજાજી' નું આરોહણ કરવામાં આવ્‍યુ હતુ. ૧૨.૫ એકરમાં નિર્મિત વળંદાવનધામમાં શ્રીનાથજી, મોતી મહેલ, બાંકેબિહારી મંદિર, પ્રેમ મંદિરની અદ્દભૂત આકળતિઓ બનેલ છે. શ્રી વિશાલ બાવાએ આરતી પૂજન વિધિ બાદ પોતાના કર કમલોથી ભવ્‍ય ધ્‍વજ ચઢાવ્‍યો હતો. આ અવસરે છપ્‍પન ભોગ મનોરથ ઉજવાયો હતો. ઉકાણી પરિવાર દ્વારા સતત ત્રણ દિવસ સુધી છપ્‍પનભોગ, ગૌચરણ, દિપદાન મનોરથ ઉત્‍સવ ઉજવાશે.

આ અવસરે ‘ધ્‍વજાજી' નું મહાત્‍મ સમજાવતા શ્રી વિશાલ બાવાએ પોતાના સંબોધનમાં જણાવ્‍યુ હતુ કે જગતગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યના ચરણ દ્વારા પ્રસ્‍તુત એવમ ‘પિતળવેશશોધિ' આપના પરિવાર દ્વારા શોભીત અને પલ્લવીત પુષ્ટીમાર્ગમાં ‘ધ્‍વજાજી' નું અલૌકીક મહત્‍વ છે. ‘ગોપિકા પ્રોકત ગુરુવાહ' અર્થાત પુષ્ટિમાર્ગમાં ગોપીઓ ગુરૂ સમાન છે, અને અષ્ટ સખા આ સ્‍વરૂપને ‘ગોપી પે્રમ કી ધ્‍વજા' તરીકે વર્ણવે છે. સુષ્ટિને આર્શીવાદ આપવા માટે ગોર્વધનધારી ધ્‍વજાજી મંદિર શિખર પર પોતાના દૈદીપ્‍યમાન સ્‍વરૂપમાં બિરાજમાન છે. એક વાર શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યઅ. વિચાર્યુ કે કલીયુગમેં અનેક કષ્ટ ભોગવતા વૈષ્‍ણવજનો જો પ્રભુના દર્શન ન કરી શકે તો તેનો ઉપાય શું? ત્‍યારે શ્રીજી પ્રભુએ તેમને પ્રેરણા આપી કે તેઓ આવી શકે તો હું તેમને શ્રી ધ્‍વજાજીના સ્‍વરૂપમાં દર્શન આપવા માટે ધ્‍વજ સ્‍વરૂપે દરવાજે હાજર થઈશ. આ શ્રીજી ભગવાન વૈષ્‍ણવોને ધ્‍વજ સ્‍વરૂપે દેખાય છે કે જેઓ વૈષ્‍ણવો પર અપાર કળપા કરે છે.

અષ્ટ સખા શ્રી સુરદાસજીને વૈષ્‍ણવોએ તેઓના અંતિમ સમયમાં પુછયુ કે તમે શ્રીજી પ્રભુના દર્શન કેવી રીતે કરો છો પછી તરજ શ્રી સુરદારજીએ દધ્‍વજા તરફ હાથ ઉંચો કરી ને કહયુ કે તે આપણા શ્રીનાથજી છે. આજે પણ વૈષ્‍ણવો શ્રીજીના દર્શન તેમજ ધ્‍વજાજીના દર્શનને સ્‍વયં શ્રીજીનું સ્‍વરૂપ માને છે. તેથી, આજે પણ શ્રીજી પ્રભુ વૈષ્‍ણવો લોકો પ્રત્‍યે તેમની કળતજ્ઞતા અર્પણ કરવા માટે ‘ધ્‍વજાજી' સ્‍વરૂપે તેમના ઘેર આવે છે. અને પુષ્ટિ માર્ગીય પરંપરાઓમાં આ પરંપરા સૌથી અન્નય છે.

(2:36 PM IST)