<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

રાજકોટ ઠંડા...ઠંડા...કૂલ...કૂલ... ૮.૩: લોકો ઠુંઠવાયા

છેલ્લા ત્રણ દિવસથી પારો સિંગલ ડીજીટમાં : ફુંકાતા ઠંડા પવનના લીધે શહેરીજનો ધ્રુજયા : રાત્રીના સમયે તાપણાની મોસમ, રાજમાર્ગો પણ સુમસામ બની જાય છે, હાલ તો ઠંડી ઓછી થવાના કોઇ સંજોગો લાગતા નથી

રાજકોટઃ ઠંડી ભુકકા બોલાવી રહી છે સૌરાષ્‍ટ્ર કચ્‍છ સહિત ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઠંડીનો કહેર જોવા મળી રહયો છે. પહાડી પ્રદેશોમાં થયેલ હીમવર્ષાના પગલે ઠંડીનું જોર વધ્‍યુે છે. આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત રહેશે.

તો રાજકોટ શહેરમાં પણ ઠંડીએ ડુચા કાઢયા છે. ગઇકાલે રાજયનું સૌથી ઠંડુ શહેર ૭.૩ ડીગ્રી તાપમાન રહયાં બાદ આજે પણ તાપમાન ૮.૩ ડીગ્રી નોંધાયું છે. છેલ્લા ત્રણ દિવસથી પારો સીંગલ કીજીટમાં જ જોવા મળે છે. ઠંડીથી બચવા શહેરીજનો નતનવા નુસ્‍ખા અજમાવતા જોવા મળે છે.

શહેરમાં ફુંકાતા ઠંડા પવનોના લીધે ઠંડીની અસર વધુ વર્તાઇ રહી છે. ઘર, ઓફીસો, દુકાનોમાં એ.સી., પંખા બંધ થઇ ગયા છે. દિવસે લોકો તડકામાં જ રહેવાનું પસંદ કરે છે. તો રાત્રીના સમયે લોકો તાપણા કરતા પણ જોવા મળે છે. રાજમાર્ગો પણ સુમસામ ભાંસી જાય છે. ઠંડીથી બચવા કાવા, ચા, કોફી સહિતના ગરમ પીણા ઉપર તડકા લાગી રહયાં છે.

શહેરીજનો સ્‍વેટર, જાકીટ, ટોપી સહીતના ગરમ વષાોમાં જ જોવા મળે છે. ઠંડીના કહેરને પગલે વહેલી સવારે શાળાએ જતાં બાળકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે.

આગામી દિવસોમાં પણ ઠંડી ઓછી થવાના કોઇ સંજોગ જોવા મળતા નથી. આ અઠવાડીયે તાપમાન ૧૦ ડિગ્રીથી વધુ રહેશે. એટલે કે ઠંડીમાં આંશીક રાહત મળવાની સંભાવના છે.

(10:58 AM IST)