<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

શહેરને સ્‍વચ્‍છ કેમ રાખવું? મનપાને ૮૦ લાખમાં પડશે સલાહ!

કોર્પોરેશન દ્વારા કન્‍સલટન્‍ટની નિમણુંકને સ્‍ટેન્‍ડીંગમાં લીલીઝંડી અપાઇઃ હાલમાં જ ૧૧૦૦ કરોડના ખર્ચે ૧૦ વર્ષનો સફાઇ કોન્‍ટ્રાકટ પણ અપાયેલ

રાજકોટઃ તા. ૮: કેન્‍દ્ર સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી દેશના સ્‍વચ્‍છ શહેરોને એવોર્ડ આપવામાં આવે છે. જે અન્‍વયે દરવર્ષે સ્‍વચ્‍છતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવતું હોય છે. આ સર્વેક્ષણમાં કેન્‍દ્રની ટીમ જે-તે શહેરોમાં સફાઇ કામગીરીનું નિરીક્ષણ કરી સોૈથી વધુ સ્‍વચ્‍છ શહેરો જાહેર કરવામાં આવે છે ત્‍યારે રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશન દ્વારા શહેરને ચોખ્‍ખું-ચણાંક કેવી રીતે રાખવું તેના માટે ૮૦ લાખના ખર્ચે સલાહ લેવામાં આવશે.

 કેન્‍દ્ર સરકાર દ્વારા સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ -ર૦ર૪' શરૂ કરવામાં આવેલ છે. જેથી આ વર્ષે પણ રાજકોટ શહેરને આગવું સ્‍થાન મળે અને રાજકોટ શહેરની સ્‍વચ્‍છતાનું ધોરણ ઉચું જળવાઇ રહે તથા અન્‍ય સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ પ્રોજેકટને સાકાર કરવા, કેન્‍દ્ર સરકારની નેશનલ ઇન્‍ફોર્મેટીકસ સેન્‍ટર સર્વિસીઝ ઇન્‍કોર્પોરેટેડ (NICSI) સંસ્‍થા પાસેથી અગાઉના મંજૂર થયેલા  ભાવ મુજબ, ૩ અનુભવી કન્‍સલટન્‍ટ પાસે તા. ર૧ એપ્રિલ ર૦રપ સુધીના સમય માટે કામગીરી કરાવવાનું સ્‍ટેન્‍ડીંગમાં મંજૂર કરવામાં આવેલ છે.

 NICSI સંસ્‍થાને આ કામગીરી માટે હાલના સીનીયર લેવલના - ૧ કેન્‍સલ્‍ટન્‍ટ તથા જુનીયર લેવલના ર કન્‍સલ્‍ટન્‍ટને તા.૨૨/ઓક. ૨૦૨૪ થી તા.૨૧/એપ્રિલ/૨૦૨૫ એટલે કે ૬ મહિના તથા મીડીયમ લેવલના - ૧ કન્‍સલ્‍ટન્‍ટ તથા વધારાના જુનીયર લેવલના - ૧ કન્‍સલ્‍ટન્‍ટને તા.૧જાન્‍યુ. ૨૦૨૫ થી તા.૨૧ એપ્રિલ ૨૦૨૫ એટલે કે ૩ મહિના ૨૧ દિવસ સુધીના સમય માટે રાખવાનો કુલ રૂા.૮૦,૫૯,૯૫૩/-  ખર્ચ થશે. જે સંસ્‍થાને ૧૦૦ ટકા એડવાન્‍સ પેમેન્‍ટ આપવાનું રહે છે.

 સ્‍વચ્‍છ સર્વેક્ષણ-૨૦૨૪ માટે ડોકયુમેન્‍ટેશન, IEC એકટીવિટી, ૧૫માં નાણાપંચ એર કવોલિટીની કામગીરી, સ્‍વચ્‍છ ભારત મિશન-૨.૦, નિર્મળ ગુજરાત-૨.૦, વાયુ સર્વેક્ષણ તથા CITIIS-૨ની કન્‍સલ્‍ટન્‍ટની કામગીરી કરવા માટે, કેન્‍દ્ર સરકારની નેશનલ ઇન્‍ફોર્મેટીકસ સેન્‍ટર સર્વિસીઝ ઇન્‍કોર્પોરેટેડ (NICSI) સંસ્‍થાના સીનીયર લેવલના - ૧ કન્‍સલ્‍ટન્‍ટ તથા જુનીયર લેવલના ૨ કન્‍સલ્‍ટન્‍ટને તા.૨૨ ઓકટો. ૨૦૨૪ થી તા.૨૧ એપ્રિલ ૨૦૨૫ એટલે કે ૬ મહિના તથા મીડીયમ લેવલના - ૧ કન્‍સલ્‍ટન્‍ટ તથા જુનીયર લેવલના- ૧ કન્‍સલ્‍ટન્‍ટને તા.૧/જાન્‍યુ. /૨૦૨૫ થી તા.૨૧/એપ્રિલ/૨૦૨૫ એટલે કે ૩ મહિના ૨૧ દિવસ સુધીના સમય માટે રાખવાનો કુલ રૂા.૮૦,૫૯,૯૫૩/- ે ખર્ચ NICSIને એડવાન્‍સ પેમેન્‍ટ ચુકવવાનું મંજુર કરવા તથા તા.૨૨/ઓકટો. /૨૦૨૪ થી ત્રણેય કન્‍સલ્‍ટન્‍ટ પાસે આજદિન સુધી કરાવેલ કામગીરી બહાલ રાખી મંજુર કરવા તથા  ખર્ચ ૧૫માં નાણાપંચ એર કવોલિટી ગ્રાન્‍ટ (વર્ષ-૨૦૨૨-૨૩) બજેટ હેડમાં પાડવાનું મંજુર કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે તાજેતરની સ્‍ટેન્‍ડીંગમાં ૧૧૦૦ કરોડનો ૧૦ વર્ષનો સફાઇ કોન્‍ટ્રકટ મંજૂર કરવામાં આવ્‍યો છે, જેનો એક વર્ષનો ખર્ચ ૧૧૦ કરોડ આસપાસ હોવા છતાં ફરી ૮૦ લાખના ખર્ચે નવા કન્‍સલટન્‍ટની નિમણુંક માટે લીલીઝંડી અપાતા ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

(4:00 PM IST)