તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ સમાજ દ્વારા શનિવારે સ્નેહમિલન- ડીક્ષનરીનું વિમોચન
સંતો મહંતો તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશેઃ ભાઇ-બહેનોને આમંત્રણ

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ સમાજ રાજકોટ દ્વારા સમાજનું સ્નેહમિલન તથા સમાજની પરિચય પુસ્તીકા (ડીક્ષનરી)નું વિમોચનનો કાર્યક્રમ શનિવાર તા.૧૧ ને સાંજે ૪ કલાકે રાખેલ છે. આ કાર્યક્રમમાં સંતો-મહંતો તેમજ સમાજના સર્વે આગેવાનો ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમની રૂપરેખા આ મુજબ છે. દિપ પ્રાગટય સાંજે ૪ કલાકે, ડિક્ષનરી વિમોચન સાંજે પ કલાકે, ભોજન પ્રસાદ સાંજે ૬ કલાક.
આયોજનમાં ભરતભાઇ વી.રાઠોડ-અધ્યક્ષ, બાબુભાઇ પી.ભાલીયા-ઉપાધ્યક્ષ, કાળુભાઇ ભાણજીભાઇ પરમાર (પ્રમુખ), શ્રીરવજીભાઇસી. મકવાણા(ઉપપ્રમુખ), જીતેન્દ્રભાઇ બી.સોલંકી(ઉપપ્રમુખ), જયસુખભાઇ પી.કાચા(મંત્રી), દિનેશભાઇ વી.રાઠોડ(સહમંત્રી), મહેશભાઇ વી.કાચા (સહમંત્રી), ચંદુભાઇ કે.ગરનારા (ખનાનચી), મહેશભાઇ એ.સોલંકી (સહખજાનચી), અરવિંદભાઇ જે.રાઠોડ (સભ્ય), લલીતભાઇ ડી.કાચા(સભ્ય), બાબુભાઇ જી.રાઠોડ(સભ્ય), દિનેશભાઇ એલ.મારૂ(સભ્ય), નટુભાઇ કે.વાઘેલા (સભ્ય) જહેમત ઉઠાવી રહયાં છે. કાર્યક્રમનું સ્થળઃ શ્રીજી ઇવેન્ટ પેલેસ, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ. વધુ વિગત માટે ચંદુભાઇ કે.ગરનારા મો.૯૮ર૪૮૧ર૪ર૭. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૩૬.૧ર)
ભગવતીપરા, કુબલીયાપરા અને લક્ષ્મીનગરમાં ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા ત્રણ પકડાયા
રાજેશ ઉર્ફે રાજુ, સુરેશ અને રાજેશને પકડી ચાઇનીઝ દોરાની ૬૯ ફીરકી કબ્જે કરી
રાજકોટ તા.૮: મકરસંક્રાતીના તહેવારમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના વેચાણ પર પોલીસ કમિશ્નરનું જાહેરનામુ હોવા છતા ચાઇનીઝ દોરીનું ગેરકાયદેસર રીતે વેચાણ કરનારા ત્રણ શખ્સોને પોલીસે પકડી લઇ ૬૯ ચાઇનીઝ દોરીની ફીરકી કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
મળતી વિગત મુજબ મકરસંક્રાતી પૂર્વે અલગ-અલગ વિસ્તારમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા શખ્સોને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝાએ સુચના આપતા પોલીસે અલગ-અલગ વિસ્તારમાં ચેકીંગ હાથધર્યુ હતું. જેમાં બી ડીવીઝન પોલીસે ભગવતીપરા પુલ નીચેથી ચાઇનીઝ દોરાનું વેચાણ કરનારા રાજેશ ઉર્ફે રાજુ મનુભાઇ વાઘેલા (રહે.ભગવતીપરા શેરી નં.૯)ને રૂા.૧૧,૩૦૦ની કિંમતની ચાઇનીઝ દોરીના ૪૯ રીલ સાથે તથા થોરાળા પોલીસે કુબલીયાપરામાં ભાણજીદાદાના પુલ પાસેથી રૂા.૨૦૦૦ની કિંમતની ૧૦ ફીરકી સાથે સુરેશ ધર્મેશભાઇ ડોડીયા (રહે. સિતારામનગર શેરી નં.૨)ને તથા માલીવીયાનગર પોલીસે લક્ષ્મીનગર શેરી નં.૪માંથી રાજેશ સામતભાઇ ગુજરાતી (રહે.લક્ષ્મીનગર શેરી નં.૪)ને રૂા.૩૦૦૦ની કિંમતની ૧૦ ફીરકી સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.
(3:58 PM IST)










