<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

ખેલ મહાકુંભ દરમ્‍યાન તારીખમાં ફેરફાર કરવા બાબતે CYSS દ્વારા રજૂઆત

રાજકોટઃ ખેલ મહાકુંભ દરમ્‍યાન પરીક્ષા તારીખોમાં ફેરફાર અને એક્‍સટર્નલ એડમિશન પ્રક્રિયા શરૂ કરવા જેવા વિવિધ મુદે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે કુલપતિ ને આવેદનપત્ર  આપી રજુઆત કરવામાં આવી. ખેલમહાકુંભની ૨૦મી સુધી ચાલુ રહેવાનો છે. ત્‍યારે યુજી સેમેસ્‍ટર-૧ અને પીજી સેમેસ્‍ટર-૧ની પરીક્ષાઓ ૧૬મી તારીખથી  શરૂ થવાના કારણે વિદ્યાર્થીમિત્રો મૂંઝવણમાં છે, આથી યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષાઓને ૪-૫ દિવસ મોડી કરવામાં આવે, તો વિદ્યાર્થીઓને તેમની રમતગમત અને એકેડેમિક જવાબદારીઓમાં સંતુલન રાખવામાં મદદ મળશે. યુનિવર્સિટીના એક્‍સટર્નલ વિભાગની એડમિશન પ્રક્રિયા હજી સુધી શરૂ કરવામાં આવ નથી. આના કારણે જેમણે નોબ સાથે અભ્‍યાસ કરવાનું પસંદ કર્યુ છે, તે વિદ્યાર્થીઓ મુશ્‍કેલીમાં મુકાયા છે.

સમિતિના પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા, રાજકોટ પ્રમુખ પ્રણવ ગઢવી અને ટીમ દ્વારા માંગ કરવામાં આવી કે, તાત્‍કાલીક આ એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે, તેમજ ખેલમહાકુંભના કારણે પરીક્ષા ૪અ૫ દિવસ મોડી લેવામાં આવે. પ્રણ ગઢવી, અમન અન્‍સારી, કલાપી વરા, શુભમ જોશી, આર્યન સાવલિયા, ફરાઝ મોગલ, આર્યન પઠાણ, આયુષ ઝાલા, દિપ રાણપરીયા, વિજય સાગઠિયા, સાહિર માકડીયા, શાહનવાઝ સંઘી, યશ રઘુવંશી, વગેરે પણ સાથે રહેલ.(મો.૯૯૯૮૭ ૧૧૦૦૭) (૪૦.૧૩)

(3:46 PM IST)