તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
વર્ગ-૩ના કર્મચારીઓને ૩૧ જાન્યુઆરી પહેલા ર૦ર૪ સુધીની સ્થાવર-જંગમ મિલકત ‘‘કર્મયોગી પોર્ટલ''માં ભરી દેવા આદેશો
સમય મર્યાદામાં મિલકત પત્રક રજૂ ન કરે તેના પગાર અટકાવવા પણ સૂચના : ગુજરાત સરકારે રાજકોટ કલેકટર-ડીડીઓ-મ્યુ. કમિશ્નર તથા અન્ય સરકારી ખાતાઓ ઉપર તાકિદનો પરિપત્ર ઉતાર્યો...

રાજકોટ તા. ૮: ગુજરાત સરકારે તાકિદનો એક પરિપત્ર બહાર પાડી રાજકોટ કલેકટર તથા અન્ય તમામ સરકારી ખાતાના વડાઓને જણાવ્યું છે કે, ગુજરાત રાજય સેવા (વર્તણૂક) નિયમો, ૧૯૭૧ના નિયમ-૧૯માં સરકારી અધિકારીઓ/કર્મચારીઓ અંગે સ્થાવર/જંગમ મિલકતનું પત્રક ભરવા માટેની જોગવાઇ થયેલ છે. જે તે કેલેન્ડર વર્ષના સ્થાવર મિલકતના પત્રકો સંબંધિત કેલેન્ડર વર્ષ (એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી) પૂરૂ થયા પછીના મહિનામાં એટલે કે, તરતના જાન્યુઆરી મહિનામાં ભરવાના રહે છે.
સરકારી અધિકારી દ્વારા નિયત સમય મર્યાદામાં મિલકત પત્રક રજૂ કરવામાં ન આવે તો તેઓના પગાર અટકાવવા બાબતે સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે. ખાસ જાહેરનામાથી રાજય સરકારના તમામ વર્ગ-૩ના કર્મચારીઓ માટે રાજય સરકારના રાજયપત્રિત અધિકારીઓની જેમ વાર્ષિક ધોરણે મિલકત પત્રક ભરવાની જોગવાઇ લાગૂ પાડવામાં આવેલ છે, રાજય સરકારના રાજયપત્રિત અધિકારીઓ સાથે વર્ગ-૩ના કર્મચારીઓ માટે પણ વાર્ષિક મિલકત પત્રક ભરવાની કામગીરી ‘‘કર્મયોગી'' સોફટવેર અંતર્ગત ઇલેકટ્રોનિક ફોર્મમાં ઓનલાઇન ભરવા અન્વયેની કામગીરી અને અમલીકરણ સંદર્ભમાં સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે જેના અનુસંધાને વર્ષ-ર૦ર૪ના મિલકત પત્રકો ભરવા અંગે સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.
રાજય સરકારના રાજયપત્રિત અધિકારીઓ સાથે રાજય સરકારના વર્ગ-૩ના કર્મચારીઓ તથા નાણા વિભાગની ફિકસ પગારની નીતિ હેઠળ નિમણૂંક પામેલ ફિકસ પગારના વર્ગ-૩ના તમામ કર્મચારીઓએ પોતાના ર૦ર૪ના કેલેન્ડર વર્ષના (જાન્યુઆરીથી ડીસેમ્બર સુધીના) સ્થાવર/જંગમ મિલકત પત્રકો ભરવા અંગેની તમામ કામગીરી ‘‘કર્મયોગી પોર્ટલ'' પર ગુજરાત રાજય સેવા (વર્તણૂક) નિયમો ૧૯૭૧ના નિયમ-૧૯થી નિયત થયેલ જોગવાઇ મુજબ ર૦ર૪નું કેલેન્ડર વર્ષ (જાન્યુઆરીથી ડિસેમ્બર) પુરૂ થયા પછીના મહિનામાં ૩૧ જાન્યુઆરી, ર૦રપ સુધીમાં ઓનલાઇન ધોરણે અચુક કરવાની રહેશે અને સંવર્ગ સંચાલક દ્વારા તે સુનિヘતિ કરવાનું રહેશે.
(3:06 PM IST)










