તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
પ્રજાપતિ સોસાયટીમાં પૂજા ચોહાણે સાસુ-સસરાને ફટકાર્યાઃ સાસુ-સસરાએ તલવારથી ટૂકડા કરવાની ધમકી દીધી
ઉપરના માળે કપડા સુકવવા મામલે અને મકાન ખાલી કરવા બાબતે ડખ્ખોઃ સામસામી ફરિયાદ

રાજકોટ તા. ૮: મવડી ચોકડી પાસે પ્રજાપતિ સોસાયટી શેરી નં. ૨માં રહેતી મહિલાએ ઉપરના માળે રહેતાં વૃધ્ધ સાસુ-સસરા સાથે માથાકુટ કરી ધમકી આપતાં ફરિયાદ થઇ છે. સામા પક્ષે આ મહિલાને પણ સાસુ, સસરા, મામાજીએ મકાન ખાલી કરી ભાગી જજે નહિતર તલવારથી ટુકડા કરી નાંખશું કહી મારમારી ધમકી આપતાં સામ-સામી ફરિયાદ દાખલ થઇ છે.
આ બનાવમાં તાલુકા પોલીસે પ્રજાપતિ સોસાયટી-૨ એંસી ફુટ રોડ પર રહેતાં શિવનાથસિંગ જલદાનસિંગ ચોૈહાણ (ઉ.વ.૬૫)ની ફરિયાદ પરથી પૂજા અને શીલુ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. શિવનાથસિંગે જણાવ્યું છે કે હું મારા પત્નિ ગુડન સાથે રહુ છું. મારે બે દિકરા અને બે દિકરી છે. જેમાં મોટો દિકરો શીલુ છે અને તેનાથી નાની દિકરી પ્રીતિ, બાદમાં સોની અને સોૈથી નાનો અનિલ છે. અનિલ મુંબઇ રહે છે અને મોટો દિકરો મારા મકાનમાં નીચેના માળે તેની પત્નિ સાથે રહે છે.
મારી દિકરા શીલુની પત્નિ પૂજા અવાર-નવાર મારા પત્નિ ગુડન સાથે માથાકુટ કરતી રહે છે. હું મંગળવારે કામ ઉપર ગયો હતો ત્યારે મારા પત્નિ ગુડને મને ફોન કરી કહેલુ કે પૂજા ઉપરના માળે કપડા સુકવવા આવી હોઇ મેં તેને ના પાડતાં તેણે માથાકુટ કરી છે, મેં પોલીસ બોલાવી છે અને ફરિયાદ કરવા આવી છું. બાદમાં હું પણ પોલીસ સ્ટેશને ગયો હતો અને અમે અરજી કરી હતી. પૂજાએ પણ અમારા વિરૂધ્ધ અરજી કરતાં સામ-સામે મામલતદાર પાસે જામીન લેવડાવાયા હતાં.
જામીન લઇ ઘરે પહોંચ્યા પછી પૂજાને અમે તે વારંવાર ઝઘડા કરતી હોઇ ઘરમાંથી નીકળી જવાનું કહેતાં તે ગાળો દેવા માંડી હતી અને હોીસ્પટલમાં જઇ દાખલ થઇ ગયેલ અને અમારા ઉપર ખોટી ફરિયાદ કરી હતી. રાતે દોઢ વાગ્યે પૂજાએ ડેલીનું તાળુ ખોલવાનું કહેતાં ના પાડતાં તેણીએ મારી નાખવાની ધમકી આપી હતી.
સામા પક્ષે પૂજાબેન શીલુ શીલુસિંગ ચોૈહાણ (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી તેણીના સસરા શિવનાથસિંગ, સાસુ ગુડનબેન અને મામાજી ગોવિંદસિંગ વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે. પૂજાબેને જણાવ્યું છે કે હું પતિ અને બાળકો સાથે રહુ છું. મારે દિકરો, દિકરી છે. મારા લગ્નને સત્તર વર્ષ થયા છે. મારા સાસુ અને સસરા ઘરના ઉપરના માળે રહે છે. આ બંને મને નાની-નાની વાતે મારકુટ કરે છે. સાંજે છએક વાગ્યે મને મજા ન હોઇ સુતી હતી અને દિકરો ઘર બહાર તથા દિકરી શાળાએ ગયા હોઇ તેમજ પતિ પણ હાજર ન હોઇ સાસુ ગુડનબેન, સસરા શિવનાથસિંગ અને મામાજી ગોવિંદસિંગે ઘરમાં આવી ગાળો દઇ તું બહાર નીકળ આ મકાન મારુ છે કહી પાઇપ લઇ મારવા દોડી ત્રણેયે ભેગા મળી મનેઢીકાપાટુનો માર માર્યો હતો. સાસુએ વાળ પકડી ઢસડી હતી. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં ત્રણેયએ તું મકાન ખાલી કરી ભાગી જજે નહિતર તલવારથી ટૂકડા કરી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. માલવીયાનગરના હેડકોન્સ. જનકસિંહ ગોહિલે બંને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(3:04 PM IST)










