તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
ભારતનગરમાં ૩૮ દિવસની વયના બાળકનું બેભાન થઇ ગયા બાદ મોત નિપજ્યું
મુળ યુપીના દંપતિએ લાડકવાયો ગુમાવતાં ગમગીની

રાજકોટ તા. ૮: આજીડેમ ચોકડી નજીક ભારતનગરમાં ગોકુલ વિદ્યાલય પાસે સંતોષી માતાના મંદિર પાસે રહેતાં અને છુટક મજૂરી કરતાં મુળ ઉત્તર પ્રદેશના ગુડ્ડુભાઇ રાજભરનો નવજાત પુત્ર (ઉ.૩૮ દિવસ) રાતે સુતા બાદ સવારે હલન ચલન ન કરતો હોઇ બેભાન હાલતમાં ઝનાના હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં મજૂર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
ગુડ્ડુ અને તેના પત્નિ કોૈશલ્યા કેટલાક વર્ષથી રાજકોટ રહી મજૂરી કરે છે. તેને સંતાનમાં એક પુત્રી હતી. ૩૮ દિવસ પહેલા જ કોૈશલ્યાએ દિકરાને જન્મ આપ્યો હતો. આ બાળકનું બિમારીથી મૃત્યુ થયાનું જણાવાયું હતું. થોરાળા પોલીસને જાણ થતાં પીએસઆઇ એચ. પી. ઝીંઝાળાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
(3:06 PM IST)










