<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

ભાવનગર રોડ પરથી અફઝલ શાહમદારને ૪૮ બોટલ દારૂ સાથે થોરાળા પોલીસે દબોચ્‍યો

પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરીની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૮: વિદેશી દારૂની હેરાફેરી કરતાં શખ્‍સોને શોધી કાઢવા અને આવી પ્રવૃતિ અટકાવવા થોરાળા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી પરથી ભાવનગર રોડ રાજમોતી મીલ પાસે વોચ રાખી ઓટો રિક્ષા જીજે૧૬એટી-૪૭૪૫ને અટકાવી તલાસી લેતાં અંદરથી રૂા. ૨૪ હજારની વિદેશી દારૂની ૪૮ બોટલો મળતાં કબ્‍જે કરી ચાલક અફઝલ હારૂનભાઇ શાહમદાર (ઉ.વ.૨૭-રહે. પાંજરાપોળ પાસે શાળા નં. ૧૩ પાછળ ભાવનગર રોડ)ને પકડી લઇ દારૂ, રિક્ષા મળી રૂા. ૧,૦૪,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવની સુચના અનુસાર પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, એએસઆઇ દેવશીભાઇ ખાંભલા, રાજેશભાઇ મેર, હેડકોન્‍સ. ભરતસિંહ પરમાર, જયદિપસિંહ જાડેજા, હસમુખભાઇ નીનામા, કોન્‍સ. જયરાજસિંહ કોટીલા, રાકેશભાઇ બાલાસરા, સંજયભાઇ અલગોતર અને પ્રકાશભાઇ ચાવડાએ આ કામગીરી કરી હતી. આ શખ્‍સ દારૂ ક્‍યાંથી લાવ્‍યો? કોને આપવાનો હતો? તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

(3:03 PM IST)