તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
ગૌમાતાના સારવાર અર્થે બાલસર ખાતે નિર્માણ પામી રહેલ હોસ્પિટલના લાભાર્થે સોમવારે લોકડાયરો
રાજભા ગઢવી અને જીતુદાદા ગઢવી સાહિત્યરસ પીરસશે : શ્રી રામચરિત ફાઉન્ડેશન ટ્રસ્ઠ દ્વારા જાહેર જનતાને આમંત્રણ

રાજકોટ : શ્રી રામચરિત ફાઉન્ડેશન ટ્રસ્ટ પરિવાર ગૌવંશને અદ્યતન સારવાર મળી રહે તે હેથુથી શ્રી રણજીતસિંહ નટવરસિંહ જાડેજાની બાલસર ખાતેની બે-એકર જગ્યામાં એક ભવ્ય અને આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવા જઇ રહ્યું છે.
આ કાર્યમાં વિશેષ ઊર્જા મળી રહે તે હેતુથી તા.૧૩ સોમવારે પ્રતિપાલસિંહ છોટુભા ગોહિલ, ધર્મેન્દ્રસિંહ રાણા(પીન્ટુભાઇ ખાટડી) તથા ભરતસિંહ જાડેજા દ્વરા એક ભવ્ય લોકડાયરાનું અયોજન કરવામાં આવ્યું છે. આ ડાયરામાં ગૌપ્રેમી રાજભા ગઢવી અને જીતુદાદન ગઢવી સાહિત્યરૂપી સરિતા વહેતી કરશે જેનો લાભ લેવા જાહેર આમંત્રણ અપાયું છે.
આ કાર્યક્રમમાં ખાસ સાધુ સંતો, અગ્રણીઓ તથા સાહિત્યરસિકો ઉપસ્થિત રહેશે.
ડાયરાનું આયોજન તા.૧૩ નાં સોમવારે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર સનાતન ની સામેના રોડ પર ઓર્બીટ ગાર્ડનની જગ્યામાં રાત્રે ૯ વાગ્યે કરવામાં આવ્યું છે.
જાહેર જનતાને મકર સંક્રાંતિની આગલી રાતે આ કાર્યક્રમનો લાભ લેવા આમંત્રણ અપાયું છે, તથા ગૌવંશ માટે નિર્માણ પામતી આ હોસ્પિટલના કાર્યમાં સહયોગ આપવા અપિલ કરાઇ છે.
તસ્વીરમાં અકિલા ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ઓમભાઇ રાજેશભાઇ છાયા (મો.૯૯૭૯૧૧૯૧૨૩), ભાવિનભાઇ રાવલ(મો.૯૫૭૪૧૩૮૩૩૧)ભરતસિંહ જાડેજા(મો.૯૩૨૭૭૯૯૯૯૯) ધર્મેન્દ્રસિંહ રાણા (પિન્ટુભાઇ ખાટડી) નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)(
(2:59 PM IST)










