તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th January 2025
ACB એ નવા વર્ષની બોણી કરી : રાજકોટના મહિલા પોલીસ કોન્સ્ટેબલ ૧ હજારની લાંચમાં ઝડપાયા
ગુમ થયેલ મોબાઈલ પરત આપવા માટે ગાંધીગ્રામ ૨, યુનિ. પોલીસ મથકના અનિતાબેન દ્વારા લાંચ માગવામાં આવેલ.

રાજકોટ :ACB એ નવા વર્ષની બોણી કરી છે,રાજકોટના મહિલા પોલીસ કોન્સ્ટેબલ ૧ હજારની લાંચમાં ઝડપાયા છે
ગુમ થયેલ મોબાઈલ પરત આપવા માટે ગાંધીગ્રામ ૨, યુનિ. પોલીસ મથકના અનિતાબેન દ્વારા લાંચ માગવામાં આવેલ. રાજકોટ એકમના મદદનીશ નિયામક કૃષ્ણ કુમારસિહ ગોહિલ ટીમની વધુ એક સિદ્ધિ. ACB PI પી.એ. દેકાવાડિયાએ સ્ટાફ સાથે, આરોપી મહિલા પોલીસ વુમનને ઝડપી લીધા.
(8:09 PM IST)










