તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th January 2025
અશાંતધારાના નવા વિસ્તારો અંગે ટુંકમાં સરકારમાં દરખાસ્તઃ ૮મીએ R.O.: રરમીએ લેન્ડ ગ્રેબીંગ
R.O. મીટીંગમાં ઓનલાઇન પ્રક્રિયા ઉપર ખાસ સૂચનાઃ લેન્ડ ગ્રેબીંગ પહેલા મહેકમ રચાશેઃ પક્ષકારોને નોટીસો અપાશે...

રાજકોટ તા. ૬: રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ આજે ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સીટી પ્રાંત-૧ તરફથી ત્રણ જેટલા વોર્ડના ૧પ થી ર૦ વિસ્તારોમાં અશાંતધારા અંગે જે દરખાસ્ત આવી છે, તે અંગે હાલ અભ્યાસ-સમીક્ષા ચાલી રહી છે, જેમાં ફાઇનલ થયે રાજય સરકારમાં ટુંક સમયમાં દરખાસ્ત કરી દેવાશે.
તેમણે જણાવેલ કે આગામી ૮મીએ R.O. મીટીંગ મળશે, જેમાં મહેસૂલના વિવિધ મુદાઓ ઉપરાંત શ્રી સરકાર કેસોમાં અને અન્ય કેસોમાં ઓનલાઇન પ્રક્રિયા અંગે ખાસ કાર્યવાહી હાથ ધરવા ઉપર ભાર મુકાશે.
આગામી રરમીએ મળનાર લેન્ડ ગ્રેબીંગ મીટીંગ અંગે કલેકટરે જણાવ્યું હતું કે મીટીંગ પહેલા લેન્ડ ગ્રેબીંગ અંગે નવું મહેકમ-બે નાયબ મામલતદાર-કારકૂનનો વધારાનો સ્ટાફ મૂકી દેવાશે, પક્ષકારોને નોટીસો આપી બોલાવાશે, બાદમાં કમિટી નિર્ણય લેશે, આ વખતે લગભગ ૬૦ જેટલા કેસો મીટીંગમાં મૂકાનાર છે.
(2:55 PM IST)










