<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

શહેરમાં ૬૧ સ્‍થળે ટ્રાફિકને અડચણરૂપ પાર્ક થયેલા ૨૪૮ વાહનના ચાલકોને ફટકારાયો દંડ

આડેધડ વાહન ઉભા રાખી દેતાં પહેલા વિચારજો...ઓચીંતા હાથ ધરાશે ડ્રાઇવ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ઘાસુરા, પીએસઆઇ રાઠોડ, પીએસઆઇ ભગોરા અને પીએસઆઇ કટીયાની ટીમોની કામગીરી

રાજકોટઃ શહેરમાં જાહેર માર્ગો પર નો પાર્કિંગમાં અને બીજા ટ્રાફિકને નડતરરૂપ બને તેમ આડેધડ પાર્ક થતાં વાહનો વિરૂધ્‍ધ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. રવિવારે આ કામગીરીને અસરકારક અને પરિણામલક્ષી બનાવવા ટ્રાફિક શાખાના ચાર પીએસઆઇ પોતાની ટીમો સાથે નીકળ્‍યા હતાં અને શહેરના અલગ અલગ ૬૦ સ્‍થળોએ સવારથી સાંજ સુધી ચેકીંગ કરી ૨૪૮ કેસ કરી ૧,૨૯,૦૦૦નો દંડ વસુલી બીજી વખત વાહનચાલકોને નિયમ ભંગ નહિ કરવા કડક સુચના અપાઇ હતી.

ટ્રાફિક શાખાની એક ટીમે જીલ્લા પંચાયત ચોક, રામકૃષ્‍ણ આશ્રમ ચોક, જાગનાથ પોલીસ ચોકી ટી-પોઇન્‍ટ, સ્‍વામિ વિવેકાનંદના સ્‍ટેચ્‍યુ પાસે, માલવીયા ચોક, ત્રિકોણ બાગ, ઢેબર ચોક, બસ સ્‍ટેશનની આગળ અને પાછળના ભાગે, લોધાવાડ ચોકથી કુવાડવા રોડ, ધર્મેન્‍દ્ર રોડ વિસ્‍તારમાં ૮૦ કેસ કરી રૂા. ૪૨૨૦૦નો દંડ વસુલ કર્યો હતો.

તેમજ બીજી ટીમે કોટેચા ચોક, કેકેવી ચોક, ક્રિસ્‍ટલ મોલ, એજી ચોક, કોસ્‍મો ચોક, મોટા મવા ચોક સ્‍મશાન પાસેના રોડ પર, સરિતા વિહાર, મુરલીધર પાન ચોક, કોસ્‍મો ચોકડી, ઇન્‍દિરા સર્કલ, પંચાયત ચોક, સાધુ વાસવાણી ટી પોઇન્‍ટ, આકાશવાણી ચોક, અમીન માર્ગ, રાજનગર ચોક, માયાણી ચોક, ચંદ્રેશનગર ચોક, અમીન માર્ગ, મવડી ફાયર બ્રિગેટ ટી પોઇન્‍ટ, સ્‍વામીનારાયણ પૂલ સુધીના રોડ પર ૫૯ કેસ કરી ૪૧૨૦૦નો દંડ વસુલ કર્યો હતો.

આ ઉપરાંત ત્રીજી ટીમે માધાપર ચોક, અયોધ્‍યા ચોક, શિતલ પાર્ક ચોક, રામાપીર ચોકડી, રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ સર્કલ, ઇન્‍દિરા સર્કલ, કેકેવી ચોક, બીગ બાઝાર ચોક, નાના મવા ચોક, મહાપુજાધામ ચોક, ઓમનગર સર્કલ, મવડી ચોક, આસ્‍થા ચોકડી, ડો. બાબાસાહેબ આંબેડકર ચોક, પુનિત ટાંકા સુધીના રસ્‍તા પર ૨૯ કેસ કરી રૂા. ૧૧૭૦૦નો દંડ વસુલી એક વાહન ડિટેઇન કર્યુ છે.

જ્‍યારે ચોથી ટીમે લીમડા ચોક, હરિહર ચોક, ફુલછાબ ચોક, જીલ્લાપંચાયત-અકિલા ચોક, લવલી ગેસ્‍ટ હાઉસ રોડ, રેસકોર્ષ રોડ, કિસાનપરા ચોક, હનુમાન મઢી, રૈયા ચોકડી, મહિલા કોલેજ અન્‍ડરબ્રીજ, એસ્‍ટ્રોન ચોક, વિરાણી ચોક, ગોડાઉન ચોક, ભક્‍તિનગર સર્કલ, લેલન ટી પોઇન્‍ટ, મક્કમ ચોક સુધીના વિસ્‍તાર પર ચેકીંગ કરી ટ્રાફિકને નડતરરૂપ ગેરકાયદે પાર્ક કરાયેલા વાહનોના ૮૦ કેસ કરી રૂા. ૩૩૯૦૦નો દંડ વસુલાયો હતો.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવીની સુચના અનુસાર કુલ ૨૪૮ કેસ કરી ૧,૨૯,૦૦૦નો દંડ વસુલાયો હતો. ચાર ટીમો બનાવી આ કામગીરી પીએસઆઇ એસ. બી. ઘાસુરા, પીએસઆઇ રાઠોડ, પીએસઆઇ કટીયા, પીએસઆઇ ભગોરા અને તેમની ટીમોએ કરી હતી. ટ્રાફિક સપ્‍તાહ અંતર્ગત પોલીસ ગમે ત્‍યારે આ રીતે ડ્રાઇવ યોજી કાર્યવાહી કરશે. વાહનચાલકો નિયમોનું પાલન કરી દંડથી બચી શકે છે.

(2:48 PM IST)