<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

નવરચિત વિસ્‍તારોમાં વિકાસનું એન્‍જિન પૂરપાટ દોડશે અને લોકોને વધુ પ્રાથમિક સુવિધાઓ મળશેઃરાજુભાઈ ધ્રુવ

સૌરાષ્‍ટ્રના ચાર સહિત રાજ્‍યના નવ શહેરોને મહાનગરનો દરજ્જો આપીને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં રાજ્‍ય સરકારે વિકાસના નવા દ્વાર ખોલ્‍યા છે

રાજકોટઃ ગુજરાતમાં યશસ્‍વી મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વ હેઠળ ભાજપ સરકારે સૌરાષ્‍ટ્રના ચાર સહિત સમગ્ર રાજ્‍યના નવ શહેરોને મહાનગરનો દરજ્જો આપીને લોકોને આપેલું વચન પરિપૂર્ણ કર્યું છે તેમ જણાવતા સૌરાષ્‍ટ્ર ભાજપના પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવે મહાનગરનો દરજ્જો મેળવનારા શહેરો માં વસતા પ્રજાજનોને પણ શુભેચ્‍છા આપી છે સાથોસાથ એવું પણ કહ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ના માર્ગદર્શન સાથે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ની ડબલ એન્‍જીન   રાજ્‍ય સરકારના દુરોગામી મહત્‍વાકાંક્ષી નિર્ણયથી આ શહેરોમાં અને આસપાસના ગ્રામીણ વિસ્‍તારોમાં વિકાસના નવા દ્વાર ખુલશે.લોકો માટે પ્રજા કલ્‍યાણકારી વિકાસલક્ષી સુવિધાઓ માં વધારો થશે અને આ શહેરી વિસ્‍તારો પ્રગતિ ના પથ ઉપર વધુ ગતિશીલ થશે.તેમ સૌરાષ્‍ટ્ર કચ્‍છ પ્રવકતા રાજુભાઇ ધ્રુવે યાદીમાં જણાવ્‍યું છે.  

સૌરાષ્‍ટ્રમાં મોરબી, પોરબંદર ,સુરેન્‍દ્રનગર અને સરહદી વિસ્‍તાર કચ્‍છ માં દેશ ના ખૂબ મહત્‍વ ના  કંડલા બારમાસી બંદર ના ખૂબ નજીક આવેલા ગાંધીધામ જેવા શહેરોમાં અત્‍યાર સુધી નગરપાલિકા કાર્યરત હતી પરંતુ આ શહેરો માં થયેલા સર્વાંગી વિકાસ અને તેની વિસ્‍તરતી જતી સીમાઓને ધ્‍યાનમાં રાખીને રાજ્‍ય સરકારે તેને મહાનગરપાલિકા નો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો હતો અને હવે સરકારે તેની વચનપૂર્તિ પણ કરી છે. તેમણે ઉમેર્યું છે કે પોરબંદર રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીની જન્‍મભૂમિ છે અને ત્‍યાં મહાનગરપાલિકાનો દરજ્જો આપીને રાજ્‍ય સરકારે પૂજ્‍ય ગાંધીજીને રાષ્‍ટ્રાંજલિ આપી છે.યાયાવર પક્ષીઓ નું આશ્રય સ્‍થાન ગણાતા તેમજ એક બાજુ સમુદ્ર અને બીજી બાજુ ખૂબ વિશિષ્ટતાઓ ધરાવતા  બરડા ડુંગર વન્‍યવિસ્‍તાર ના મધ્‍યબિંદુ સમાં અતિ પ્રાચીન પોરબંદર શહેર નો વિકાસ ઝડપી અને સમતોલ સર્વાંગીણ રીતે થશે તે ચોક્કસ બન્‍યું છે.આજ રીતે સૌરાષ્‍ટ્રનું પેરિસ ગણાતા અને ચીન ના સીરામીક ઉદ્યોગ ની સામે સ્‍પર્ધા હોવા છતાં મોરબી માં સીરામીક ઉદ્યોગો ના અસાધારણ વિકાસ ને કારણે લોકો ને  રોજગારી તેમજ સરકાર ને કરવેરા ની મોટી આવક કરાવતા   મોરબીને પણ રાજ્‍ય સરકારે મહાનગરપાલિકાનો દરજ્જો આપીને વિકાસના નવા દ્વાર ખુલ્‍યા છે. એક તરફ રાજકોટ અને બીજી તરફ કચ્‍છ અને ત્રીજી તરફ સુરેન્‍દ્રનગર જિલ્લાની સીમા ધરાવતા મોરબી જિલ્લાનો હવે સર્વાંગી વિકાસ થશે તેવી આશા પણ રાજુભાઈ ધ્રુવે વ્‍યક્‍ત કરી છે.

 ઓળખાતા આ જિલ્લા ના મુખ્‍ય શહેર-પાટનગર સુરેન્‍દ્રનગર શહેર ની  નગરપાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્‍યો છે તેથી સુરેન્‍દ્રનગર શહેરી વિસ્‍તાર તેમજ ગ્રામ્‍ય  વિસ્‍તારનો ઝડપથી વિકાસ થશે અને લોકોને વધુ સારી રીતે પ્રાથમિક સુવિધાઓ મળશે.

આજ રીતે કચ્‍છના બિઝનેસ હબ તરીકે ઓળખાતા ગાંધીધામને પણ રાજ્‍ય સરકારે મહાનગર બનાવવાનો નિર્ણય લઈને વિકાસના દ્વાર ખોલ્‍યા છે.

રાજ્‍ય સરકારે આ ચાર શહેરો ઉપરાંત આણંદ, નડિયાદ, મહેસાણા, નવસારી અને વાપી ને પણ મહાનગર નો દરજ્જો આપીને લોકોની માગણી પૂરી કરી છે.

અન્‍ય એક નિર્ણયમાં રાજ્‍ય સરકારે સરહદી જિલ્લા બનાસકાંઠાનું વિભાજન કરીને નવો વાવ થરાદ જિલ્લો  બનાવ્‍યો છે તે પણ ક્રાંતિકારી નિર્ણય છે.

જ્‍યાં જ્‍યાં માનવી ત્‍યાં ત્‍યાં સુવિધા એ મંત્રને ધ્‍યાનમાં રાખીને રાજ્‍ય સરકાર જે રીતે પ્રાથમિક સુવિધાઓ આપવાની સાથે સાથે સમગ્ર રાજ્‍યનો સર્વાંગી અને સમતોલ વિકાસ કરી રહી છે. ગુજરાત રાજ્‍ય આજે દેશના અન્‍ય રાજ્‍યો માટે એક મોડેલ રૂપ રાજ્‍ય બન્‍યું છે ત્‍યારે તેનો શ્રી ગુજરાતના યશસ્‍વી મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ અને સમગ્ર મંત્રી મંડળને જાય છે તેમ જણાવી રાજુભાઈ ધ્રુવે અંતમાં સૌ નાગરિકોને શુભેચ્‍છા આપી છે સાથે સાથે આ નિર્ણય લેવા બદલ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલને અભિનંદન પણ આપ્‍યા છે.

(3:35 PM IST)