તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
રાજકોટ જિલ્લો સી.એમ.ડેશબોર્ડમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે
ટીમ ડી.ડી.ઓ.ને બિરદાવતા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન

રાજકોટ તા.૩: જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન સંજયભાઈ રંગાણી એ ં જણાવ્યુ ંછં કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ના નેતળત્વમાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતળત્વમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ ના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર હાલના પંચાયતી રાજને સુદ્રઢ કરવા માટે પ્રયત્નશીલ છે.આ દિશામાં પારદર્શિતા માટે ‘‘CM DASHBOARD'' પોર્ટલ ઉપલબ્ધ છે. આ પોર્ટલ પર પંચાયત,રૂરલ હાઉસીંગ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ,એગ્રીકલ્ચર એન્ડ કો ઓપરેશન,રોડ એન્ડ બિલ્ડિંગ,મહિલા અને બાળ વિકાસ,હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર,સોશ્યલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ,એજ્યુકેશન વગેરે વિભાગો માં KPI રજિસ્ટર માં રાજકોટ જિલ્લો સમગ્ર ગુજરાત માં પ્રથમ નંબર પર આવેલ છે.
ડીડીઓ શ્રી ડો.નવનાથ ગવ્હાણે નાં વિઝન,પારદર્શક વહીવટી પ્રક્રિયા, તમામ વિભાગો સાથેના સંકલન થકી તેમજ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ,જિલ્લા પંચાયતની સમગ્ર વહીવટી અધિકારીની ટીમની સંયુક્ત ગ્રામ્ય જનતાલક્ષી કામગીરી થકી રાજકોટ જિલ્લો પ્રથમ નંબર પર આવેલ છે.તે બદલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણીએ ડીડીઓશ્રી ડો.નવનાથ ગવ્હાણે,ઉપપ્રમુખશ્રી,તમામ સમિતિ ચેરમેનોઓ,સદસ્યઓ,ટીમ જિલ્લા પંચાયત તેમજ સંગઠનના તમામ હોદેદારોનો આભાર વ્યક્ત કર્યો છે.
(4:30 PM IST)










