તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
ભૂપેન્દ્રભાઇના કાલે રાજકોટમાં ભરચકક કાર્યક્રમોઃ રાત્રે ૧૦ વાગ્યા સુધી ખાસ રોકાણ
બપોરે ૩ વાગ્યે હિરાસર આવશેઃ ત્યાંથી પ્રાંસલા જશેઃ ત્યાંથી રાજકોટના જૂના એરપોર્ટ પર આવશે ખેલમહાકુંભ બાદ એમ્બ્યુલન્સનું ઉદ્દઘાટનઃ ધારા સભ્ય રમેશ ટીલાળાના ઘરે રાત્રી ભોજનઃ લોકડાયરામાં હાજરી આપશે

રાજકોટ તા. ૩: કાલે રાજકોટ આવી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ સહિતના પાંચ જેટલા કાર્યક્રમાં મુખ્યમંત્રી હાજરી આપશે. બપોરે ત્રણ વાગ્યાથી લઈ રાત્રિના ૧૦ વાગ્યા સુધી મુખ્યમંત્રી રાજકોટ ખાતે રોકાણ કરશે.
સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે બપોરે ૩-૦૦ વાગ્યે હિરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચશે. ત્યાંથી સીધા હેલિકોપ્ટરના માધ્યમથી ઉપલેટાના પ્રાસલા ખાતે આયોજિત રાષ્ટ્ર કથા શિબિરમાં હાજરી આપશે. ત્યારબાદ સાંજે ૫-૩૦ કલાકે રાજ્યકક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ સીધા જ ૬-૩૦ વાગ્યે ધીરગુરુ મેડિકલ કોમ્પ્લેક્સ, રૈયા રોડ, હાઇડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સનું ઉદ્ધાટન કરશે. સાંજે ૭ વાગ્યે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહમાં હાજરી આપશે. ત્યારબાદ ધારા સભ્ય રમેશ ટીલાળાના ઘરે રાત્રી ભોજન માટે જશે. ભોજન લીધા બાદ રાત્રિના ૯ વાગ્યે સત્ય સાંઈ રોડ, આલાપ હેરિટેજ ખાતે યુનિટી ફાઉન્ડેશન દ્વારા આયોજીત લોકડાયરામાં હાજરી આપશે. ત્યારબાદ મુખ્યમંત્રી ગાંધીનગર જવા માટે રવાના થશે.
(7:49 PM IST)










