તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
રાજકોટના વિખ્યાત ICE કોચીંગ કલાસીઝ સહિત રાજયભરમાં ૩૮ કલાસીસ ઉપર સ્ટેટ GST ત્રાટકયું: આખી રાત તપાસ ચાલી
રાજકોટમાં કુલ બે સ્થળે તપાસઃ સ્થાનિક કોઇ અધીકારીને સાથે નથી લેવાયાઃ આજે સવારથી ફરી તપાસ

રાજકોટ તા. ૩: રાજકોટના કાલાવાડ રોડ પર કે.કે.વી. ચોક પાસે આવેલ આઇસીઆઇ વિખ્યાત કોચીંગ કલાસીઝ સહિત અને આકાશવાણી ચોક પાસે આવેલ એક મોટા કલાસીસ સહિત રાજયભરમાં ગઇકાલે મોડી સાંજથી સ્ટેટ GST દ્વારા ટેક્ષચોરી મામલે દરોડા પડાતા કલાસીઝ સંચાલકોમાં સોંપો પડી ગયો છે. આ દરોડામાં રાજકોટના એક પણ સ્થાનિક અધીકારીને સાથે નથી લેવાયા, ગઇકાલે આખી રાત તપાસ બાદ આજે સવારથી પણ તપાસ ચાલુ રખાઇ છે. કરચોરી અંગે હાલ કોઇ વિગતો જાહેર કરાઇ નથી, મોડી સાંજે વિગતો જાહેર થવાની શકયતા છે, રાજકોટ ઉપરાંત સૂરત-ગાંધીનગર, અમદાવાદ-વડોદરામાં પણ દરોડા પડયા છે, કલાસીઝની સેવા આપતા સંચાલકો ઉપર ૧૮ ટકા GST લાગે છે, કલાસીસમાં આવતા વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા દેખાડવામાં આવતી હોવાની પણ ફરિયાદો આવી હતી, અમદાવાદમાં વિખ્યાત લિબર્ટી-પ્રપ્રાયુજય કલાસીઝ ઉપર દરોડા ચાલુ છે.
(2:54 PM IST)










