તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
વિધવા નિઃસહાય બહેનોના લાભાર્થે શ્રી ઉમા મહિલા એક્ટીવીટી નેટવર્ક દ્વારા ૭મીથી ભાગવત કથા
નિખિલભાઇ જોશી કથાનું સંગીતમય રસપાન કરાવશે : કડવા પાટીદાર દીકરીઓના સમુહલગ્નનું પણ આયોજન

રાજકોટઃ શ્રી ઉમા એક્ટિવિટી રાજકોટ દ્વારા આયોજિત ૧૦૮ પોથીજી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન દિવગંત આત્માઓના મોક્ષાર્થે તેમજ વિધવા નિઃસહાય બહેનોના લાભાર્થે તા.૭મી જાન્યુઆરી થી ૧૩ જાન્યુઆરી સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
સંસ્થાના અંદાજિત ૧૦ વર્ષથી ચાલતી સંસ્થા શ્રી ઉમા મહિલા એક્ટિવિટી નેટવર્ક દર વર્ષે વિના મૂલ્યે વૃદ્ધો એવમ નિઃસહાય બહેનોને હરિદ્વાર યાત્રાએ લઇ જવાનું આયોજન કરવામાં આવે છે.
૭મી થી શરૂ થતી કથાનું રસપાન શ્રી નિખિલભાઇ જોશી કરાવશે. કથાનો સમય બપોરે ૩ થી ૭ રહેશે.
આ કથા યજમાન તરીકે મનસુખભાઇ પાણ અને શ્રીમતિ શોભનાબેન પાણ (હાઇબોન્ડ સિમેન્ટ) અને સહ યજમાન તરીકે મહેશભાઇ ભુવા, શ્રીમતિ હિનાબેન ભુવા, (ક્રિષ્ના કલર લેબ) રહેશે.
આયોજનને સફળ બનાવવા જ્યોતીબેન ટીલવા, ભાવનાબેન રાજપરા, રેખાબેન ત્રાંબડીયા, નયનાબેન માકડીયા, નયનાબેન ડાંગરેશીયા, વર્ષાબેન મોરી, નીતાબેન ઘોડાસરા, એ જહેમત ઉઠાવી છે. અને સર્વ ભાઇઓ અને બહેનોને નિમંત્રણ પાઠવાયું છે.
આગામીસમય માં (૨૫ દીકરીઓ) જે માતા પિતા ની છત્રછાયા ના હોય અને કડવા પાટીદાર ની દીકરીઓ માટે ઉમા સમુહલગ્નનું આયોજન થયું છે.
કથાનું સ્થળ : સ્પીડવેલ પાર્ટી પ્લોટ, શ્રી નાથધામ હવેલી ની સામે, રાજકોટ. આ અંગે વધુ માહિતી માટે મો.૬૩૫૩૦૮૧૧૦૮ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીર - અશોક બગથરીયા)
(2:38 PM IST)










