News of Friday, 3rd January 2025
જમીન વેચાણ સંદર્ભેના ૭૧ લાખ ૩૩ હજારનો ચેક રિટર્ન થતાં મુદ્દાના શહેર ભાજપ ઉપપ્રમુખ સામે કોર્ટમાં ફરીયાદ
રાજકોટની કોર્ટમાં ફરીયાદ થતા મુંદ્રાના મહિલા કોર્પોરેટરના પતિ અને શહેર ભાજપના પ્રમુખને રાજકોટની કોર્ટમાં હાજર થવા નોટીસનો હુકમ

રાજકોટ, તા. ૩ : મુંદ્ર શહેર ભાજપ ઉપપ્રમુખ તથા કોર્પોરેટર અલ્પાબાના પતિ ધ્રુવરાજસિંહ ટેગબહાદુરસિંહ ચુડાસમા સામે કાંતિલાલ ગોરધનભાઈ ભીમાણીએ રૂા.૭૧,૩૩,૩૪૫/- ના ચેક રીર્ટનની ફોજદારી ફરીયાદ રાજકોટની કોર્ટમાં દાખેલ કરતા કોર્ટે આરોપી સામે નોટીસ ઇસ્યુ કરેલ છે. આ અંગે કાંતિલાલ ગોરધનભાઈ ભીમાણીએ રહેઃ-રાજકોટવાળાએ મુદ્દા તાલુકાના મોજે ગામ ગુંદાલાની સીમના સર્વે નં. ૮ વાળી ક્ષેત્રફળ એકર ૨-૩૯ ગુંઠા, હે.આરે.ચો.મી. ૧-૨૦-૪૦ વાળી જમીન તેમજ સર્વે નં. ૯/૩ ક્ષેત્રફળ એકર ૧-૩૩ ગુંઠા, હે.આરે.ચો.મી. ૦-૭૩-૮૬ વાળી જમીન વર્ષ ૨૦૧૧ રજી. વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલી.
સદર પ્લોટસની સંખ્યા કુલ ૬૪ હતી તેના ઝડપી વેચાણ તથા સારા ભાવ ઉપજે તે માટે થઈને ત્હોમતદાર ધ્રુવરાજસિંહે સદર પ્લોટસનું સબ-પ્લોટીંગ કરાવવાનો આગ્રહ રાખેલ અને ૬૩ પ્લોટસમાંથી કુલ ૩૦ પ્લોટસ કરાવેલ જેથી રે. સર્વે નં. ૮ તથા ૯/૩ વાળી જમીનનું એકત્રીકરણ થયેલ અને એકત્રીત સર્વે નં. ૮ આપવા રીવાઈઝડ પ્લાન હુકમ મેળવી આપવાની તમામ જવાબદારી તહોમતદાર ધ્રુવરાજસિંહ પોતાના શીરે લીધેલી છે.
આ સમયગાળામાં ત્હોમતદાર ધ્રુવરાજસિંહ સદર પ્લોટસનો ધરાક શોધી લાવેલ અને ધ્રુવરાજસિંહની સુચના મુજબ ફરીયાદી કાંતિલાલએ સદર પ્લોટસનો રજી. વેચાણ દસ્તાવેજ અનુ. નં. ૫૬૮૧ તા.૦૭/૧૦/૨૦૨૨ હૈદરાબાદના રહેવાસી કંડગલયા સુદર્શન સુમન(ગ્રાહક) જોગ રૂા. ૧૩,૫૧૨.૦૭૩ ચો.વાર ના રૂા. ૧,૬૫૧/- પ્રતિ ચો.વાર લેખે રૂા. ૨,૨૩,૦૮,૪૩૨.૫૨૩/- માં કરી આપેલ જેમાંથી રૂા.૭૨,૦૦,૦૦૦/- લાખ પુરાનું સાટાખત વખતે અને રૂા.૮૦ લાખ ૮ હજાર ચેકથી અને રૂા. ૧૩.૫૦ લાખ આંગડિયા મારફત ફરીયાદી કાંતિલાલને ચુકવી આપવામાં આવેલ.
રીવાઈઝડ પ્લાન મુજબ સદર પ્લોટસનું કુલ ક્ષેત્રફળ ૧૫, ૧૦૭.૦૭૩ વાર થાય છે. જેના પ્રતિ ચો.વાર રૂા. ૧,૬૫૧/- લેખે ફરીયાદી કાંતિલાલની હોમતદાર ધ્રુવરાસિંહ પાસેથી કાયદેસરની લેણી નીકળી રકમ રૂા.૨૬,૩૩,૩૪૫/- તેમજ વેચાણ દસ્તાવેજ પેટેની બાકી લેણી નીકળતી રકમ રૂા.૫૭,૫૦,૪૩૨.૫૨ એમ કુલ મળીને બાકી લેણી રકમ રૂા.૮૩,૮૩,૭૭૭.પર છે જેમાંથી હોમતદાર ધ્રુવરાજસિંહે ફરીયાદી કાંતિલાલ જોગ રૂા.૨૫,૦૦,૦૦૦/-, રૂા. ૨૦,૦૦,૦૦૦/- અને રૂા.૨૬,૩૩,૩૪૫/- એમ જુદા જુદા ત્રણ ચેકો કુલ મળીને રકમ રૂા. ૭૧,૩૩, ૩૪૫/- ના પાકા વચન અને વિશ્વાસ સાથે લખી આપેલા જે ત્રણેય ચેકો હોમતદાર ધ્રુવરાજસિંહની સુચના મુજબ ફરીયાદી કાંતિલાલએ પોતાના ખાતાવાળી બેંકમાં વટાવવા નાંખતા તે ૅ એડવાઈઝ નોટ રીસીડ તેમજ ઓલ્ટરેશન ઓન ઈન્સ્ટ્રુમેન્ટ અધર પેન કેટ ફીલ્ટૅ ના શેર સાથે પરત કરેલા જેની તરત જ જાણ ફરીયાદી કાંતિલાલએ હોમતદાર કુવરાજસિંહને કરતા ધ્રુવરાજસિંહ લાજવાને બદલ ગાજવા અને ફરીયાદી કાંતિલાલને ધમકાવેલ કે ૅ મારી પત્નિ અલ્પાબા ભાજપના મુંદ્રા શહેરના કોર્પોરેટર છે. થાય તે કરી લેજો અને દોડવું હોય ત્યાં દોડી લેજો પાંચીપુ મળવાનું નથી. જેથી હોમતદાર કુવરાજસિંહ સામે રાજકોટના મહેરબાન જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી કેસ નં. ૪૪૯૮૫૨૪ થી ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલો છે. આ કેસમાં ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ તારક સાવંત રોકાયા હતાં.
(4:35 PM IST)










