તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th December 2024
રાજકોટમાં ૪ શ્વાને ભેગા મળી પરપ્રાંતિય યુવકને ફાડી ખાધો, મોત
ફરી એક વખત શ્વાનના જીવલેણ હુમલાની ઘટના સામે આવીઃગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવમાં આવ્યો હતો જ્યાં યુવકનું મોત નીપજ્યું

રાજકોટ,તા.૩૦
ફરી એક વખત શ્વાનના જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. રાજકોટના પરાડી ગામમાં શ્વાન દ્વારા એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. લગભગ ૪ જેટલા શ્વાને યુવક પર હુમલો કર્યો હતો અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. જ્યારે ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવમાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નીપજ્યું હતું.
અવારનવાર શ્વાન દ્વારા બાળકો અને વૃદ્ધા પર હુમલો કરવામાં આવતો હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે હાલ રાજકોટના પારડી ગામમાં બનેલી ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. જ્યાં ચાર જેટલા શ્વાને એક પરપ્રાંતિય યુવક પર હુમલો કર્યો હતો. ચાર શ્વાને મળીને યુવકને જાણે ફાડી ખાધો હતો. જે બાદ યુવક લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.પારડી કિસાન ગેટ પાસે આવેલી ફેક્ટરીમાં કામ કરતા યુવાન પર ચાર શ્વાન તૂટી પડ્યા હતા. જે બાદ યુવક લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. બાદમાં તેને ૧૦૮ દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં ઍાવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ થયું હતું.
સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે શ્વાને પરપ્રાંતિય યુવક પર હુમલો કર્યો હતો. હાલ આ સમગ્ર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે, જ્યારે સમગ્ર મામલે શાપર વેરાવળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
(9:07 PM IST)










