તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th December 2024
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સેમીનાર

શ્રી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વિદ્યા પ્રસારક મંડળ તથા યુવા સંગઠન દ્વારા ધો. ૧૦ અને ૧ર બોર્ડના છાત્રો તેમજ ધો. ૯ અને ૧૧ વિદ્યાર્થીઓને પરીક્ષા અંગેનું માર્ગદર્શન સ્માર્ટ પેપર પ્રેઝન્ટેશન તેમજ પ્રેરણાત્મક સંવાદમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ હાજરી આપી હતી. આ સેમીનારમાં તજજ્ઞ તરીકે ડો. જી.એફ. મહેતા, ભાવેશભાઇ પાઠક, ગોવિંદભાઇ સુચક અને ટવીંકલ મહેતા દ્વારા પરીક્ષા સમય પર માનસીક યોગ, અધ્યામીકતાની મન ઉપર થતી હકારાત્મક અસરો વિષે માહિતી આપેલી હતી. આયોજન આશીષભાઇ દવેના માર્ગદર્શન હેઠળ અમિતભાઇ મહેતાની ટીમે જહેમત ઉઠાવી હતી. તેમ માનદ મંત્રી વિપુલભાઇ દવેની યાદીમાં જણાવાયું છે.(
(4:59 PM IST)










