તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th December 2024
સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન ૧ના દસકાઓ જુના દસ્તાવેજનો નાશ કરી ૧૭ નકલી દસ્તાવેજ ઉભા કરવાના કારસ્તાનમાં હર્ષ સોનીને પ્ર. નગર પોલીસે દબોચ્યો: વકીલ કિશન ચાવડાના કહેવાથી જયદીપ મારફત બોગસ દસ્તાવેજો બનાવ્યાનુ રટણ: રિમાન્ડની તજવીજ
સીટ ટીમના ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઈની રાહબરીમાં પીઆઇ પી.આર. ડોબરીયા અને ટીમની કાર્યવાહી

રાજકોટ: શહેરની સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન ૧માં કોન્ટ્રાકટ બેઝ કર્મચારી જયદીપ ઝાલા, વકીલ કિશન ચાવડા અને પૂર્વ કર્મચારી હર્ષ સોનીએ કચેરીમાં રખાયેલા ૧૯૫૬થી ૧૯૭૨ સુધીની સાલના જુના દસ્તાવેજોનો નાશ કરી તેની કોમ્પ્યુટર સ્કેનર પ્રિન્ટમાં છેડછાડ કરી કરોડોની ૧૭ મિલકતોના બોગસ દસ્તાવેજો ઉભા કરી લીધાના કૌભાંડમાં સૂત્રધાર હર્ષ સોનીને પ્ર. નગર પોલીસે અમદાવાદથી પકડી લીધો છે. ડીસીપી ઝોન-૨ની રાહબરીમાં એસીપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી.આર. ડોબરીયા અને ટીમે તપાસ શરૂ કરી હતી. આ તપાસ માટે પોલીસ કમિશનર દ્વારા સીટની રચના પણ કરવામાં આવી છે. દરમિયાન પોલીસે હર્ષ સોનીને પકડી રિમાન્ડ મેળવવા તજવીજ કરી છે.
જાણવા મળ્યા મુજબ પ્ર. નગર પોલીસની ટીમ અમદાવાદથી હર્ષ સોનીને પકડી લાવી છે. હર્ષે પ્રથમીક પુછતાછમાં વકીલ કિશન ચાવડાના કહેવાથી કોન્ટ્રાકટ બેઝ કર્મચારી જયદીપ ઝાલા સાથે મળી બોગસ દસ્તાવેજ ઉભા કર્યાનું રટણ કર્યું છે. હવે પોલીસ વકીલને શોધી રહી છે. તપાસમાં કોઈ અધીકારી કે મોટા માથા સામેલ છે કે કેમ? તેની તપાસ થશે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૭૨ પહેલાના હસ્તલિખિત દસ્તાવેજની સ્કેનિંગ કોપીમાં કચેરીના સુપરવાઇઝર અને કોન્ટ્રાકટ આ.ધારિત કર્મચારી સહિત ત્રણ શખસોએ ૧૭ દસ્તાવેજોમાં ચેડા કરી નકલી દસ્તાવેજો ઉભા કર્યા હતાં. જો કે આ દસ્તાવેજોને આધારે કોઈ મિલકત વેચી નથી.
અગાઉ પોલીસે જયદીપ ઝાલાની ધરપકડ કરી હતી તેના રિમાન્ડ પુરા થતા જેલહવાલે થયો હતો.
અમદાવાદની બીએનએસ એજન્સીના કોન્ટ્રાકટ આધારિત સુપરવાઇઝર જયદીપ ઝાલા, કોન્ટ્રાકટ આધારિત પૂર્વ કર્મચારી હર્ષ સોની અને અન્ય કિશન ચાવડાએ સમગ્ર કૌભાંડ આચર્યું હતું. પોલીસે અગાઉ જયદીપ ઝાલાની ધરપકડ કરી હતી. જ્યારે કૌભાંડનો મુખ્ય સુત્રધાર હર્ષ સોની ફરાર હતો. જે હવે ઝડપાઇ જતાં વિશેષ તપાસ શરૂ થઈ છે.
(6:42 PM IST)










