<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

મોરબી રોડ-મનહર સોસાયટી સહિતના વિસ્‍તારમાં ર મકાન ધારકોના નળ કટ્ટ

વિવિધ વિસ્‍તારમાં બાકી વેરો વસુલવા ઝૂંબેશ અંતર્ગત ૬ મિલ્‍કત સિલ, ૩ને નોટીસઃ ૪ર.૮ર લાખની આવક : મનપાની વેરા શાખા ઉંધા માથે

રાજકોટ, તા. ર૬: મ્‍યુનિ. કોર્પોરેશનની મુખ્‍ય આવકનોસ્ત્રોત એવી વેરાશાખા બાકી વેરો વસુલવા મિલ્‍કત સીલ, જડતી નોટીસ તથા નળ કનેકશન કટૃ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્‍વયે આજે બપોર સુધીમાં પેડક રોડ, મોરબી રોડ, મનહર સોસાયટી સહિતના વિસ્‍તારમાં ૬ મિલ્‍કતસીલ, ૩ ને નોટીસ આપવામાં આવી છે. જયારે ર નળ કનેકશન કટૃ કરવામાં આવ્‍યા છે. બપોર સુધીમાં ૪ર.૮ર લાખની આવક થવા પામી છે.

આ અંગે મનપાની સત્તાવર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની બાકી વસુલાત ઝુંબેશ અંતર્ગત મોરબી રોડ પર આવેલ ૧-નળ કનેક્‍શન કપાત કરતા રિકવરી રૂ.૧.૪૮ લાખનો pdc ચેક આપેલ, કુવાડવા રોડ પર આવેલ ૧-યુનીટ નાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૧.૯૨ લાખનો pdc ચેક આપેલ, કૂવાડવા રોડ પર આવેલ ‘પરમેશ્વર મોર્ટસ ‘ નાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૬૬,૦૦૦/- નો pdc ચેક આપેલ. પેડક રોડ પર આવેલ ૧-યુનીટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૫૪,૦૦૦, મનહર સોસાયટીમાં ૧-નળ કનેક્‍શન કપાત કરતા રિકવરી રૂ.૯૯,૮૭૦, આજી વિસ્‍તારમાં ૧-યુનીટ ની નોટિસ સામે રિકવરી રૂ.૭૨,૩૨૯.  કે.પી ઇન્‍ડ.એરિયામાં ૧-યુનીટને નોટિસ આપેલ. કોઠારીયા મેઈન રોડ પર આવેલ ૧-યુનીટ ની નોટિસ સામે રિકવરી રૂ.૯,૦૮૪. કોઠારીયા મેઈન રોડ પર આવેલ ૧-યુનીટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૫૧,૮૨૮ pdc ચેક આપેલ. પ્રગતી સોસાયટીમાં માં ૧-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૧.૦૪ લાખનો ચેક આપેલ. ઢેબર રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૧.૦૯ લાખ સહિત આજ રોજ બપોરે ૧:૦૦ કલાક સુધી માં ૬-મિલકતોને સીલની કાર્યવાહી કરતા વસુલાત થયેલ તથા ૩-મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા ૨-નળ કનેક્‍શન કપાત કરતા રૂા.૪૨.૮૨ લાખ ની આવક થવામાં હતી.

મનપાની આજ દિન સુધીમાં મિલ્‍કત વેરાની  રૂ.૩૨૮.૮૪ કરોડની આવક થવા પામી હતી.

આ કામગીરી નાયબ કમિશ્‍નર સી.કે.નંદાણી તથા  આસી. કમિશ્‍નર સમીર ધડુક, સેન્‍ટ્રલ ઝોન મેનેજર વત્‍સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્‍યા, ભાવેશ પુરોહિત, વેસ્‍ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્‍ગુની કલ્‍યાણી, ઇસ્‍ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટર દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(3:54 PM IST)