તા. ૨૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૫ રવિવાર
News of Thursday, 26th December 2024
આગામી તા. ૪ના રોજ રાજકોટ આવતા ભૂપેન્દ્રભાઇ : ખેલ મહાકુંભનો દબદબાભેર પ્રારંભ કરાવશે : ૧૦ હજાર ખેલાડીઓ આવશે
અન્ય મિનિસ્ટરો ઉપરાંત રમતગમત મંત્રી હર્ષ સંઘવી-દિગ્ગજ ખેલાડીઓ આવી રહ્યા છે : રેસકોર્ષ ખાતે સાંજે પ થી ૭ કાર્યક્રમમાં કલેકટર તંત્ર -સ્પોર્ટસ ઓથોરીટી દ્વારા તડામાર તૈયારી

રાજકોટ, તા. ર૬ : રાજકોટ ખાતે રાજ્ય સરકાર સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા ૨૦૨૫ ૩.૦ નું લોન્ચ તા. ૪ જાન્યુઆરીના રોજ કરવામાં આવશે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ અનેક દિગજ ખેલાડીઓ, તેમજ રાજ્ય કક્ષાને કેન્દ્ર ના દિવસ નેતાઓ પણ હાજર રહેશે. આ કાર્યક્રમ એથ્લેટીક્ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે મુખ્યમંત્રીની અધ્યક્ષ સ્થાને સાંજે ૫ થી ૭ દરમિયાન આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે જેમાં સૌરાષ્ટ્ર ભરના ૧૦,૦૦૦ થી પણ વધુ ખેલાડીઓ હાજર રહેશે, જેમાં ખેલાડીઓ માટે ખાસ ૧૦૦ જેટલી બસોની પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ અંગે વિગતો આપતા અધિક કલેક્ટરશ્રી આલોક ગૌતમ જણાવ્યું હતું કેમ રાજકોટ શહેર અને જિલ્લાના ખેલમહાકુંભમાં ૨.૮૬ લાખમાં સર્પધકોએ રજિસ્ટ્રેશન થયું છે. રમત ઉત્સવમાં ૨૪ જેટલી અલગ અલગ રમતોનો આયોજન કરવામાં આવ્યું છે આ રમત ઉત્સવ ચાર જાન્યુઆરીથીશરૂ થઈ અને માર્ચ મહિનામાં ફાઇનલ રમતોનો સુધી ચાલશે. રાજકોટ ખાતે ફરી એક વખત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્ય કક્ષાનો રમત ઉત્સવનો ભવ્ય રીતે શુભારંભ કરવામાં આવશે શુભારંભ દરમિયાન કેન્દ્રના તેમજ રાજ્યના અનેક દિગજ ખેલાડીઓને પણ આમંત્રિત કરવામાં આવશે આજે સાંજે ગાંધીનગર સ્પોર્ટ ઓથોરિટી અધિકારીઓ રાજકોટ ખાતે આવી પહોંચશે અને તેમની સાથે રિવ્યુ બેઠકો કરવામાં આવશે તેમજ કાર્યક્રમ અંગેની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. આ રમત ઉત્સવમાં દિવ્યાંગો સહિતના અનેક સ્વર્ધકો ભાગ લઈ શકશે
હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના તેમજ શહેર અને રાજ્યના અન્ય શહેરો માટે ખેલાડીઓને હાજરી આપવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને આ કાર્યક્રમમાં ૧૦,૦૦૦ થી પણ વધુ ખેલાડીઓ હાજર રહેતા હોય, રાજ્ય સ્પોર્ટર્સ ઓથોરિટી દ્વારા આજથી જ રાજકોટમાં ધામા નાખી દેવામાં આવ્યા છે અને તૈયારીઓ ધમધમાટ ચાલી રહ્યો છે.
(3:51 PM IST)










